Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૮,૬૬૭ કેસ : ૪૭૮ લોકોનાં મોત

એકિટવ કેસ ચાર લાખની નીચે

નવી દિલ્હી,તા.૧૪: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાયરસના આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કુલ ૩૮,૬૬૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં એકિટવ કેસની સંખ્યા ચાર લાખની નીચે આવી છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ ૪૦,૧૨૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા.

નવા કેસની સાથે જ ભારતમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા ૩,૨૧,૫૫,૮૨૭ થઈ છે. દેશમાં કુલ સંક્રમિત કેસમાંથી ૧.૨૧ ટકા એકિટવ કેસ છે. દેશમાં હાલ ૩,૮૭,૬૭૩ એકિટવ કેસ છે. દેશમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી કુલ ૩,૧૩,૩૮,૦૮૮ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૫,૭૪૩ લોકો સાજા થયા છે.

મોતની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૭૮ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા ૪,૩૦,૭૩૨ થઈ છે. વેકસીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી કુલ ૫૩,૬૧,૮૯,૯૦૩ લોકોને વેકસીન આપવામાં આવી ચૂકી છે. ૧૩ ઓગસ્ટના રોજ દેશમાં ૬૩,૮૦૯૩૭ લોકોને વેકસીને આપવામાં આવી હતી.

(11:43 am IST)