Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

14 ઓગસ્ટ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' મનાવાશે : 14 ઓગસ્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ટવીટ

“વિભાજનના દુ:ખને ભુલાવી ના શકાય”: "આપણા લાખો ભાઈ-બહેનોએ વિસ્થાપિત થવું પડ્યું":“કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો”: "તેમના સંઘર્ષ અને બલિદાનની યાદમાં દિવસ મનાવાશે

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવાની જાહેરાત કરી છે. શનિવારે તેમણે ટ્વિટ કરીને વિભાજન દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનના યાદમાં આ દિવસ મનાવશે. તેમણે કહ્યુ હતું કે, તેનાથી ભેદભાવ અને દુર્ભાવનાનું ઝેર ઓછુ થશે. દેશમાં 15 ઓગસ્ટે આઝાદીના 75 પુરા થવાના ઉપલક્ષમાં સ્વતંત્રતા દિવસ મનાવામાં આવે છે.

(11:41 am IST)