Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

૪૨ વર્ષની પરિણીતાએ ૭૭ના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી : ૮ મહિને ભાંડો ફૂટ્યો

પોતાનાથી ડબલ ઉંમરના પ્રેમી સાથે મળીને મહિલાએ એક નહીં બે-બે હત્યા કરી હતી, પોલીસે પકડયા

કોઈમ્બતુર,તા.૧૪: પ્રેમ આંધળો હોય છે એવું તમે દ્યણી વખત સાંભળ્યું હશે પણ આટલી હદે પ્રેમ આંધળો થાય તેવી કલ્પના ભાગ્યે જ કોઈને થતી હશે. ૪૨ વર્ષની મહિલાએ પોતાના ૭૭ વર્ષના પ્રેમી સાથે મળીને પતિનું કાશળ કાઢી નાખ્યાનો હચમચાવી દેનારો કિસ્સો દક્ષિણ ભારતના તામિલનાડુમાં બન્યો છે. ઘટના કંઈક એવી બની છે કે પોતાના વૃદ્ઘ પ્રેમી સાથે મળીને મહિલાએ ૮ મહિના અગાઉ વર્ષ ૨૦૨૦માં પોતાના પતિની હત્યા કરી નાખી હતી. આ કેસની તપાસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ગુરુવારે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. (પ્રતિકાત્મક તસવીર)

મુલાનપુર પોલીસે મૃતક રવિના હત્યા કેસમાં તેની ૪૨ વર્ષની પત્ની અમસાવેની અને તેના ૭૭ વર્ષના પ્રેમી મુથુસામીની ધરપકડ કરી લીધી છે. મહિલા અને તેનો પ્રેમી બન્ને સુલ્લીપુરૂક્કિપાલયમ ગામના રહેવાસી છે, મહિલાનો પ્રેમી મુથ્થુસ્વામી ખેડૂત છે.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હત્યારી પત્ની અને તેનો પતિ રવિ પેરૂમલપાલયમમાં મુથુસામીએ ૪૭ વર્ષના વલુસામી પાસેથી જે જમીન ખેતી માટે ૩ વર્ષ પહેલા લીઝ પર લીધી હતી ત્યાં ખેતી કામ કરતા હતા.

પોલીસે જણાવ્યું કે, 'વેલુસામીની પત્નીએ પાછલા વર્ષે જમીન તેની દીકરીના નામે કરી દીધી હતી અને મુથુસામીને જાણ કરી હતી કે તેમણે લીઝની રકમ તેના પતિને આપવાની જરુર નથી. આ પછી પતિ-પત્ની વચ્ચે ઝદ્યડો થયો અને તેઓ છૂટા થઈ ગયા. જયારે વેલુસામીએ મુથુસામી પાસે લીઝની જમીનના પૈસા માગ્યા ત્યારે મુથુસામીએ પૈસા આપવાનો ઈનકાર કરી દીધો હતો અને રવિની પત્ની અમસાવેની સાથે મળીને વેલુસામીની હત્યા કરી નાખી હતી. વેલુસામીના મુથુસામી સાથે લગ્નેત્ત્।ર સંબંધો હતા. આ પછી બન્નેએ વેલુસામીનો મૃતદેહ સળગાવી માર્યો હતો.'

પોલીસે જણાવ્યું કે, આ દ્યટના પછી વેલુસામીના પરિવારે તેના ગુમ થવા અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ અમસાવેનીએ બનાવ અંગે તેના પતિને જણાવી દીધું હતું. આ પછી તેનો પતિ રવિ રોજ અમસાવેનીને આ વાત બધાને કહી દેવાની ધમકી આપીને દરરોજ દારુ ખરીદવાના રૂપિયા માગતો હતો. તે કહેતો હતો કે જો તેને રૂપિયા મળવાનું ચુકાઈ ગયું તો બનાવ અંગે આખા ગામને જણાવી દેશે.

વધુમાં પોલીસે જણાવે છે કે, 'પતિનો ત્રાસ સહન ના થતા, અમસાવેની અને મુથુસામીએ રવિની લાકડાથી માર મારીને હત્યા કરી નાખી હતી, આ પછી બન્નેએ ૩ જાન્યુઆરીએ તેના મૃતદેહને સળગાવી દીધો હતો.'

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા પછી અમસાવેનીએ મુલાનપુર પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.

પોલીસ કહે છે કે,'તપાસ દરમિયાન ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું કે રવિએ દારુના નશામાં કહ્યું હતું કે વેલુસામીની હત્યા કરાઈ છે. અમે અમસાવેની અને મુથુસામીની પૂછપરછ માટે ધરપકડ કરી અને તે બન્નેએ ગુનો કર્યો હોવાનું કબૂલી લીધું છે.'

આ બન્નેની ધરપકડ કરીને તેમને ગુરુવારે જયુડિશલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, 'અમે આરોપીઓને ક્રાઈમ સીન બન્યો હતો તે જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાંથી હાડપિંજરના કેટલાક અવશેષ મળી આવ્યા હતા. ફોરેન્સીક એકસપર્ટ્સ દ્વારા આ અવશેષોને લેબ ટેસ્ટ માટે એકઠા કરી લેવામાં આવ્યા છે.'

(10:31 am IST)