Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

એક ફલેટ ધરાવનારને ચાર-પાંચ કાર ખરીદીની પરવાનગી જ ન આપવી જોઇએ : હાઇકોર્ટ

મુંબઈ,તા.૨૪: મહારાષ્ટ્રમાં વાહનો માટે કોઇ ચોક્કસ પાર્કિંગની જગ્યા માટે સમાન નીતિના અભાવ પર તીવ્ર નારાજગી વ્યકત કરતા મુંબઈ હાઇ કોર્ટે કહ્યું હતું કે સત્ત્।ાવાળાઓએ નાગરિકોને ઘણા ખાનગી વાહનો માટે પરવાનગી જ ન આપવી જોઇએ જયારે કે તેમની પાસે પાર્કિંગની યોગ્ય સુવિધા જ ન હોય.

જે પરિવાર ફકત એક ફ્લેટ ધરાવતો હોય અને તેમની પાસે ચારથી પાંચ કાર હોય તથા તેમની પાસે પાર્કિંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોય તેમને સત્ત્।ાવાળાઓએ પરવાનગી જ ન આપવી જોઇએ.

યુનિફાઇડ ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ રૂલ્સમાં સુધારો કરતું સરકારી જાહેરનામું જેમાં ડેવલપર્સને કાર પાર્કિંગની જગ્યા ઘટાડવાની પરવાનગી આપવામાં આવે છે,  તેને પડકારતી જનહિત અરજી નવી મુંબઈના રહેવાસી અને કાર્યકર સંદીપ ઠાકુરે કરી હતી.

ઠાકુરે જનહિત અરજીમાં જણાવ્યું હતું કે નવી ગગનચુંબી ઇમારતોમાં ડેવલપર્સ રહેવાસીઓને પૂરતી પાર્કિંગની જગ્યા પૂરી પાડતા નથી. તેથી રહેવાસીઓ હાઉસિંગ સોસાયટીઓની બહારની જગ્યામાં કાર પાર્ક કરે છે.

'નવી કાર ખરીદીમાં ઘટાડો કરવાની જરૂર છે. એક પરિવારને પરવડી શકે છે તે માટે ચારથી પાંચ કાર ખરીદવાની પરવાનગી જ આપવી ન જોઇએ.  તેમની પાસે પાર્કિંગની પૂરતી જગ્યા છે કે નહીં તે ચકાસવા ક્રોસ-ચેક કરવું જોઇએ', એમ હાઇકોર્ટે કહ્યું હતું.  જનહિતમાં જણાવવામાં આવેલા કાયદામાં સુધારાની બાબત પર સવાલ ઉઠાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે વાહનો પાર્કિંગ માટેની યોગ્ય નીતિ બનાવવામાં નહીં આવે તો અવ્યવસ્થા ઊભી થશે.

'તમામ રસ્તાઓ પર વાહનોનું પૂર આવશે. રસ્તાઓની બાજુની ૩૦ ટકા જગ્યા તો પાર્કિંગમાં જ જતી રહેશે', એમ જણાવતા હાઇ કોર્ટે રાજય સરકારના વકીલને બે અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું હતું.

(10:29 am IST)