Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વધુ પડતી મગફળી ખાવાથી શરીરમાં વધે છે કેન્સર થવાનો ખતરો

મગફળીમાં પીનટ એગ્લુટિનીન (PNA) નામનું પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીરમાં બે એવા મોલિકયૂલ્સ (IL-6 અને MCP-1)ને રિલીઝ કરવામાં મદદ કરે છે જે કેન્સરને આખા શરીરમાં ફેલાવી શકે છે : બ્રિટિશ સંશોધકોનો દાવો

લંડન,તા.૧૪ : મગફળી પ્રોટીન માટે એક સારો સ્ત્રોત હોવાની વાત આપણે સૌ જાણીએ છીએ. આપણામાંથી મોટાભાગનો લોકોને મગફળી ખાવી ખૂબ પસંદ હોય છે, પરંતુ હાલમાં જ થયેલ એક રિસર્ચે મગફળી વિશે નવો જ ઘટસ્ફોટ કર્યો છે. જે અનુસાર કેન્સર ના દર્દીઓમાં વધુ મગફળી ખાવાની આદતથી તેના વધુ ફેલાવાનું સંકટ વધી જાય છે. આ દાવો ઇંગ્લેન્ડની લિવરપૂલ યૂનિવર્સિટીના રિસર્ચે પોતાના અભ્યાસમાં કર્યો છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે, મગફળીમાં પીનટ એગ્લુટિનીન નામનું પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીરમાં બે એવા મોલિકયૂલ્સ (IL-6 અને MCP-1)ને રિલીઝ કરવામાં મદદ કરે છે જે કેન્સરને આખા શરીરમાં ફેલાવી શકે છે. કાર્સિનોજેનેસિસ જર્નલમાં પ્રસિદ્ઘ થયેલા રિસર્ચ અનુસાર, મગફળી ખાધા બાદ પીનટ એગ્લુટીનીન નામનું પ્રોટિન બ્લડમાં ભળીને આખા શરીરમાં સકર્યુલેટ થાય છે. આ પ્રોટીન બ્લડ દ્વારા ટ્યૂમર્સ સુધી પહોંચીને તેને શરીરના બીજી ભાગોમાં ફેલાવા માટે દબાણ કરે છે. આ પ્રોટીનના કારણે કેન્સર કોષિકાઓ પરસ્પર ચોંટવા લાગે છે અને શરીરના બીજા ભાગોમાં ફેલાવાના પ્રયાસો કરે છે.

લિવરપૂલ યૂનિવર્સિટીના રિસર્ચર લૂ-ગેંગનું કહેવું છે કે, મગફળી કેન્સરના દર્દીઓમાં મોતનું સંકટ કેટલું વધારે તે જાણી શકાયું નથી. કેન્સરના એવા દર્દીઓ જેને એક દિવસમાં ૨૫૦ ગ્રામ મગફળી ખાધી હોય તેમના પર વધુ ખતરો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા ખતરાથી બચવા માટે એક દિવસમાં માણસે ૨૮ ગ્રામ જ મગફળી ખાવી જોઇએ.

સંશોધક લૂ-ગેંગ યૂના જણાવ્યા અનુસાર, આ આશ્ચર્ય પમાડે તેવી વાત છે, પરંતુ તે સત્ય છે. જો કેન્સરના દર્દીઓ મગફળી વધુ ખાય છે તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. કેન્સરના દર્દીઓએ વારંવાર અથવા વધુ મગફળી ખાવાથી બચવું જોઇએ. જેથી સંકટ ઓછું કરી શકાય. સંશોધકો અનુસાર, PNAના પચાવી શકવું શરીર માટે મુશ્કેલ હોય છે. એક મગફળીમાં તેના વજનના ૦.૧૫ ટકા સુધી આ પ્રોટીન હોય છે.

આપણે રોજબરોજના જીવનમાં કેટલિક એવી આદતોથી ટેવાયેલા હોઈએ છીએ, જેનાથી આપણને એવું લાગે છે કે આપણી આ આદત બરાબર છે, આ આદતમાં કંઈ ખોટું નથી. હકીકતમાં આ આદતો આપણા સ્વાસ્થ્યને ધીરે ધીરે પરંતુ ગંભીર નુકસાન પહોંચાડે છે. જેથી હેલ્થ કેર ડિવાઈસ કંપનીની કો-ફાઉન્ડર નેહા મિત્ત્।લે ધૂમ્રપાન જેવી ગંભીર ૫ આદતો વિશેની વિસ્તૃતમાં જાણકારી આપી છે.

(10:27 am IST)