Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઇન્સ્પેકટર રાજ.. ઘરના સરનામે વેપાર કરનારને જીએસટી નંબર નહીં ફાળવે

દુકાન વગર ઘરેથી વેપાર શરૂ કરવામાં એસજીએસટી જ બાધારૂપ : સ્ટેટ જીએસટીના અધિકારીઓની મનમાનીથી વેપારીઓની પરેશાની વધી

મુંબઇ,તા. ૧૪: વેપારના સરળીકરણની વાતો વચ્ચે ઘરેથી ઓનલાઇન વેપાર કરવા ઇચ્છતા લોકોને જીએસટી નંબરની ફાળવણી કરવાના બદલે નંબર જ આપવામાં આવતા નહીં હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. જેથી આ સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તે માટે ટેક્ષ બાર એસોસિએશન દ્વારા જીએસટીના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજુઆત કરી છે.

કોરોનાના કારણે અનેક લોકોએ ઘરેથી જ ઓનલાઇન કે ઓફલાઇન વેપાર કરવાની શરૂઆત કરી છે. કારણ કે તેઓ પાસે પોતાની દુકાન નહીં હોવાના લીધે મસમોટા ભાડા ભરવા પડતા હોય છે. તેની સામે એટલી કમાણી નહીં હોવાના લીધે ઘરેથી જ વેપાર કરીને કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. આ માટે વેપારી દ્વારા જીએસટી નંબર મેળવવા માટે અરજી કરવામાં આવે તો સ્ટેટ જીએસટીના અધિકારીઓ અરજી જ રદ કરી દેતા હોય છે. તેત્ત્।ા લીધે વેપારીઓની પરેશાની વધી છે કારણ કે જીએસટી નંબર વિના વેપાર કરે તો કાર્યવાહી થવાની શકયતા રહેલી છે. જેથી પ્રામાણિક વેપારીઓને જીએસટી નંબર નહીં મળતા વેપાર જ અટકી જાય છે. જેથી અમદાવાદ ખાતે ફરજ બજાવતા સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારીઓને ટેક્ષ બાર એસોસિએશને લેખિતમાં આ સમસ્યાની રજુઆત કરીને તાત્કાલિક તેનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી છે. કારણ કે વેપારી ઘરેથી વેપાર કરે તો તેઓને નંબર નહીં ફાળવવાનો તેવો કોઇ નિયમ નહીં હોવા છતાં અધિકારીઓની મનસુફીને લીધે લોકો પરેશાન થઇ રહ્યા છે.

  • પ્રમાણિકતાથી વેપાર કરનારાઓને નંબર મેળવવા વલખાં

બોગસ બિલીંગ અટકાવવા માટે સ્ટેટ જીએસટીના અધિકારીઓ ઘરેથી વેપાર કરનારાઓને નંબરની ફાળવણી કરતા નહીં હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે ભૂતકાળમાં ઘરના સરનામા પર મેળવવામાં આવેલા જીએસટી નંબર બાદ વેપારીઓનો અત્ત્।ોપત્ત્।ો પણ મળતો નથી. પરંતુ જે ખરેખર પ્રામાણિકતાથી વેપાર કરવા માંગે છે તેવાને પણ આવા જ કારણોસર પરેશાની વેઠવી પડી રહી છે.

(10:23 am IST)