Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

તિરુપતિનાં દર્શનની નકલી ટિકિટનું કૌભાંડ પકડાયું

તિરુપતિ,તા. ૧૪ : તિરુપતિ જતા શ્રધ્ધાળુને નકલી દર્શન ટિકિટ વેચવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. અને એપી વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ વિભાગ અને તેની તપાસ કરી રહ્યો છે. આ નકલી ટિકિટનું કૌંભાડ ત્યારે સામે આવ્યું હતું. જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)એ દાવો કર્યો હતો કે તે ટિકિટ જારી કરવાની વ્યવસ્થાની પધ્ધતિને અસરકારક બનાવવા અને એની ખામીઓ દૂર કરવા માટે અનેક પગલાં ભરી રહ્યું છે.

પોલીસે કહ્યુ કે અજાણ્યા સ્કેમર્સે (કૌભાંડી) મહારાષ્ટ્રનો રહેવાસી હોવાની શંકા છે, એ કલ્યાણોત્સવમ અને વિશેષ પ્રવેશ દર્શનની ટિકિટ બનાવીને વેચી રહ્યો હતો. આ ગેંગ અનેક શ્રધ્ધાળુઓ પાસે ટિકિટ લેવા માટે ઓનલાઇન નાણા ટિકિટ ટ્રાન્સફર કરાવ્યા હતા. ભકતો દ્વારા એ ટિકિટો લઇને તિરુમાલા પહોંચ્યા પછી તેમને ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. ડીએસપી મલ્લેશ્વર રેડ્ડીના નેતૃત્વમાં વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ ટીમ છેલ્લા ૧૦ દિવસોથી આ કૌભાંડની માહિતી એકત્ર કરી રહી છે. ગુરૂવાર ટીમને માહિતી મળી હતી કે હૈદરાબાદના એક શ્રધ્ધાળુએ કલ્યાણોત્વની ટિકિટ સ્કેમર્સ પાસેથી રૂ. ૪૦૦૦માં ખરીદી હતી પણ એની વાસ્તવિક ટિકિટ રૂ. ૧૦૦૦ હતી.

સુત્રો પાસેથી અમને સુચના મળી રહી હતી કે હૈદરાબાદ એક કોન્સ્ટેબલે કૌભાંડકાર પાસેથી રૂ. ૪૦૦૦માં કલ્યાણોત્સવમની ટિકિટ ખરીદી હતી. અમે એની તપાસ અલિપિરી સુધી કરી હતી.

 જ્યાં તેની ટિકિટ સ્કેનર દ્વારા તપાસી નહોતી શકાઇ.એનો અર્થ એક નકલી ટિકિટ હતી. અમે એ ભકતની પુછપરછ કરી અને બધી માહિતી એકત્ર કરી હતી, એમ ડીએસપી રેડ્ડીએ જણાવ્યું હતું.

એ ભકતે મહારાષ્ટ્ર સ્થિત કૌભાંડી પાસેથી એ ટિકિટ ખરીદી હતી. તેમની વાતચીત અને પૈસાની આપ-લે ઓનલાઇન થઇ હતી. અને ભકતને વોટ્સએપ પર ટિકિટ મળી ગઇ. આ કૌભાંડકાર મહારાષ્ટ્રનો રહેવાસી હોવાની શકયતા છે તેમ જ તેનો ફોન નંબર અને બેન્ક ખાતા અનુસાર તેનુ નામ પાટિલ હોવાની શકયતા છે, અમે રેડ્ડીએ કહ્યું હતું.

(10:22 am IST)