Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વોકહાર્ટ દ્વારા Sputnik-Vના ઉત્પાદન માટે દુબઈની કંપની સાથે કરાર : 62 કરોડ ડોઝ બનાવવા યોજના

ઉત્પાદન અને પુરવઠા માટે એન્સો અને હ્યુમન વેક્સીન એલએલસી સાથે કરાર કર્યો

નવી દિલ્હી : વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની વોકહાર્ડે  જણાવ્યું હતું કે તેણે દુબઈ સ્થિત એન્સો હેલ્થકેર અને કોવિડ -19 રસી Sputnikના ઉત્પાદન અને પુરવઠા માટે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ની પેટાકંપની સાથે કરાર કર્યો છે. વોકહાર્ડે એક માહિતી દ્વારા જણાવ્યું હતું કે તેણે Sputnik-V, Sputnik lightના ઉત્પાદન અને પુરવઠા માટે એન્સો અને હ્યુમન વેક્સીન એલએલસી સાથે કરાર કર્યો છે. જે RDIFની મેનેજમેન્ટ કંપનીનું સંપૂર્ણ માલિકીનું એકમ છે.

હ્યુમન વેક્સીન્સ એલએલસી તરફથી સફળ ટેકનોલોજી ટ્રાન્સફર માટે જરૂરી મંજૂરીઓ અને અન્ય શરતોને આધીન, કંપની એન્સો માટે Sputnik-V અને Sputnik light રસીઓના 62 કરોડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે

વોકહાર્ટે જણાવ્યું હતું કે “Sputnik-V અને Sputnik lightના 62 કરોડ ડોઝના ઉત્પાદન માટે કરારનો સમયગાળો જૂન 2023 સુધી છે.”

અગાઉ એવા સમાચાર હતા કે કોરોના વાયરસ સામે દેશમાં તૈયાર થઈ રહેલી રશિયન રસી Sputnik light સપ્ટેમ્બર સુધીમાં ભારતને ઉપલબ્ધ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિંગલ ડોઝ રસી શરૂઆતમાં મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ થશે અને તેની કિંમત 750 રૂપિયા હશે. કંપનીએ તેના ઈમરજન્સી ઉપયોગ માટે પણ અરજી કરી છે. અત્યાર સુધી 

6 મેના રોજ રશિયાએ કોરોના વાયરસ Sputnik light સામે રસીને મંજૂરી આપી અને કહ્યું કે તે સામૂહિક પ્રતિરક્ષા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. રશિયાએ જાન્યુઆરીમાં Sputnik lightનું માનવ પરીક્ષણ શરૂ કર્યું હતું. સ્પુતનિક લાઈટ રશિયામાં સ્થાનિક રીતે વિકસિત ચોથી કોવિડ રસી છે, જેને દેશમાં મંજૂરી મળી છે.

કોરોના વાયરસ સામે Sputnik-Vની અસરકારક ક્ષમતા 90 ટકાથી વધુ છે. ભારતે તેને પ્રથમ વિદેશી રસી તરીકે 12 એપ્રિલના રોજ કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. રેડ્ડીઝ લેબોરેટરીએ Sputnik-V રસી માટે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે જોડાણ કર્યું હતું.

તાજેતરમાં રશિયાએ તેની Sputnik-V કોરોના રસીની અસર વિશે માહિતી આપી હતી. રશિયન આરોગ્ય પ્રધાન મિખાઈલ મુરાશ્કોએ કહ્યું હતું કે Sputnik-V કોરોના રસી 83 ટકા ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક છે. તે કોરોના વાયરસના તમામ નવા સ્ટ્રેન સામે અસરકારક છે.

(12:00 am IST)