Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભાવનગર મહુવામાં કીઝ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના મહેતાજી પાસેથી 10 લાખની લૂંટ કરી બાઇકસવારો ફરાર : પોલીસ તંત્રમાં દોડધામ

બે બાઈક ઉપર આવેલા પાંચ શખ્શો રસ્તા વચ્ચે આંતરી 10 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર

ભાવનગરના મહુવાના જાણીતા  મહેતાજીને રસ્તા વચ્ચે આંતરીને બાઈક પર આવેલ શખ્શો રૂપિયા 10 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી નાશી છૂટતા પોલીસતંત્રમાં દોડધામ મચી જવા પામી છે

 મળતી  ભાવનગરના મહુવાના કીઝ ફૂડ ઇન્ડસ્ટ્રીઝનામાલીક અલી રાજાકભાઈના મહેતાજી મંગળભાઈ મોઢીયા બેન્કમાંથી રોકડા રૂ,10 લાખ ઉપાડી તેના બાઈક ઉપર મહુવાના તાવેડાના પાટિયા પાસેથી પસાર થતા હતા  બે બાઈક ઉપર આવેલા પાંચ શખ્શો  રસ્તા વચ્ચે આંતરી 10 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા

 આ બનાવની જાણ થતા જ પોલીસ  દોડી ગયો હતો,અને લૂંટારૃઓના સગડ મેળવવા દોડધામ કરી હતી, બપોરે બનેલ આ બનાવ અંગે રાત્રીના 10 વાગ્યે સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નહતી અને પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે

 

(12:00 am IST)