Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવા મધ્યપ્રદેશ સરકારનો નિર્ણય

સરકારે ડઝનેક જિલ્લાના કલેકટર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક બોલાવી

મધ્યપ્રદેશે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા પડોશી જિલ્લાઓમાંથી આવતા લોકોનું થર્મલ સ્કેનિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ, મધ્યપ્રદેશ સરકારે ભોપાલ, ઇન્દોર, હોશંગાબાદ, બેતુલ, સિવની, છિંદવાડા, બાલાઘાટ, બરવાની, ખંડવા, ખરગોન, બુરહાનપુર, અલીરાજપુર અને મહારાષ્ટ્રનાં નજીકના જિલ્લાઓના કલેક્ટર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક બોલાવી છે. કોરોના વાયરસ સંક્રમણ અંગે તૈયારી કરવા અને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે

(12:00 am IST)