Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગોવાના સાઓ જેસિન્ટો ટાપુ પર ધ્વજ ફરકાવવા અને ઉજવણી સામે વિરોધ : નૌકાદળએ કાર્યક્રમ રદ કર્યો

ગોવા ટાપુ પર તિરંગો ફરકાવવા ન દેવા બદલ લોકોએ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આપવાનું શરૂ

પણજી : આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત થતાં પહેલા ગોવાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજ્યના સાઓ જેસિન્ટો ટાપુના રહેવાસીઓએ ત્યાં નૌકાદળ દ્વારા ધ્વજ ફરકાવવા અને ઉજવણી સામે વાંધો લીધો છે. જેને પગલે ગોવા નેવલ એરિયાના અધિકારીઓએ શુક્રવારે આ કાર્યક્રમ ત્યાં ન યોજવાનો નિર્ણય કર્યો હતો.

15 ઓગસ્ટનો તહેવાર દેશભરમાં ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. નૌકાદળે ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ નિમિત્તે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરના ટાપુઓ પર તિરંગો ફરકાવવાની પણ યોજના બનાવી છે. પરંતુ તેને ગોવાના સાઓ જેસિન્ટો ટાપુ પરનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

ગોવા ટાપુ પર તિરંગો ફરકાવવા ન દેવા બદલ લોકોએ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. યૂજર્સનું કહેવું છે કે સમગ્ર દેશમાં તિરંગો ફરકાવવો જોઈએ, કોઈને વિરોધ કરવાનો અધિકાર નથી. આ બનાવની જાણ સોશિયલ મીડિયા પર થતાં લોકોએ સખત શબ્દોમાં વિરોધ નોધાવ્યો છે ઉલ્લેખનીય છે કે ભારતની આઝાદીના પર્વ બે દિવસ બાકી છે ત્યારે ગોવા ટાપુ પર તિરંગો ફરકાવવા નહી દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે જેના લીધે નેવીએ આ ક્રાર્યક્રમ મુલતવી રાખ્યો છે.

(12:00 am IST)