Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

' હેટ ક્રાઇમ ' : કોરોના મહામારી પછી અમેરિકામાં એશિયન નાગરિકો સામેના હેટ ક્રાઇમ માં વધારો : માર્ચ 2020 થી અત્યાર સુધીમાં વંશીય હુમલાઓની 9 હજાર ઉપરાંત ઘટનાઓ

વોશિંગટન : કોરોના વાઇરસનો ઉદભવ ચીનમાં થયો હોવાના આક્ષેપો સાથે એશિયાના નાગરિકો પ્રત્યેનો અમેરિકનોનો પૂર્વગ્રહ વધવા પામ્યો છે.જેના પરિણામે અમેરિકમાં કોરોના મહામારી પછી  ' હેટ ક્રાઇમ ' ઘટનાઓમાં વધારો થયો છે. જે મુજબ માર્ચ 2020 થી અત્યાર સુધીમાં વંશીય હુમલાઓની 9081 ઘટનાઓ બની છે. તેવું એએપીઆઈ હેટ દ્વારાકરાયેલા સર્વેમાં ભહાર આવ્યું છે.

સાંસદો , કાર્યકર્તાઓ ,તથા કોમ્યુનિટી સંગઠનોએ આવા હેટ ક્રાઇમ બનાવોની નિંદા કરી છે.આવા બનાવોને રોકવા માટે એએપીઆઈ હેટ દ્વારા સોશિઅલ મીડિયા ઉપર અભિયાન ચલાવાઈ રહ્યું છે.પ્રેસિડન્ટ જો બીડને પણ હેટ ક્રાઇમ રોકવાના કાનૂન પર હસ્તાક્ષર કર્યા છે.અમુક લોકો આવી ઘટનાઓ માટે પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણે છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(10:20 am IST)