Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વિદેશ મંત્રી જયશંકર અને ચીનના વાંગ યી સાથે એક કલાકની બેઠક : એલએસી મામલે થઇ ચર્ચા

ચર્ચાનું મુખ્ય કેન્દ્ર પશ્ચિમ ક્ષેત્રના બાકી મુદ્દાઓ સાથે સંબંધિત હતું.

નવી દિલ્હી :  વિદેશ પ્રધાને ચીનના સમકક્ષ મંત્રી સાથે વાત્ષિત કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના સમકક્ષ વિદેશ પ્રધાન વાંગ યીએ બુધવારે મુલાકાત કરી અને વાસ્તવિક નિયંત્રણ લાઇનમાં બાકી રહેલા મુદ્દાઓની ચર્ચા કરી. બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચેની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ પછી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર કક્ષાની બેઠકમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી પણ થઈ હતી. જયશંકર અને વાંગ યી વચ્ચે આ ચર્ચા શાંઘાઈ સહકાર સંસ્થાના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન થઈ હતી.

વાસ્તવિક નિયંત્રણ લાઇનનો ઉલ્લેખ કરતા એસ. જયશંકરે કહ્યું - દુશાંબેમાં એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકની સાથે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ. ચર્ચાનું મુખ્ય કેન્દ્ર પશ્ચિમ ક્ષેત્રના બાકી મુદ્દાઓ સાથે સંબંધિત હતું.

લદાખની સરહદ અંગે ચીનના વિદેશ પ્રધાન સાથેની વાતચીત પર એસ.જયશંકરે જણાવ્યું હતું કે, તે રેખાંકિત કરવામાં આવ્યું હતું કે સ્થિરતામાં એકપક્ષીય ફેરફાર સ્વીકાર્ય નથી. દુશાબેમાં ચીનના વિદેશ પ્રધાન સાથેની વાતચીત પર એસ.કે. જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી સંબંધિત બાકી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

(11:56 pm IST)