Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજસ્થાન સરકારના કર્મચારીઓને 17 ટકાને બદલે મળશે 28 ટકા ડીએ : અશોક ગેહલોતની જાહેરાત

1 જુલાઈ 2021 થી લાગુ પડશે નવું મોંઘવારી ભથ્થું : રાજ્ય સરકારને લગભગ 4000 કરોડનો ખર્ચ થશે

જયપુર :  રાજસ્થાન સરકારના કર્મચારીઓને 17 ટકાને બદલે 28 ટકા ડીએ મળશે, 1 જુલાઈ 2021થી નવું મોંઘવારી ભથ્થું લાગુ પડશે

 મુખ્યમંત્રી ગેહલોતે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું કે રાજસ્થાન સરકારે રાજસ્થાન સરકારના કર્મચારીઓ તથા પેન્શનર્સને મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ બદલ રાજ્ય સરકારને લગભગ 4000 કરોડનો ખર્ચ થશે

 અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે પણ તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 17 ટકાને બદલે 28 ટકા ડીએ મળશે. 

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં સીધા 11 ટકાનો વધારો થઈ જશે. તેનાથી તેમના પગારમા મોટો ઉછાળો આવી જશે. સાતમા પગાર પંચ અનુસાર હવે કર્મચારીઓના વેતન માટે એક ફોર્મ્યુલા છે જેને ફીટમેન્ટ ફેક્ટર કહેવાય છે અને આ ફીટમેન્ટ ફેક્ટરને આધારે વેતન અપાય છે.

(11:24 pm IST)