Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના ટેન્ટમાં ભીષણ આગ ભભૂકી : કેટલાક ટેન્ટ બળીને ખાખ : બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી : ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી : ખેડૂતો ખુદ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા

સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના ટેન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે અચાનક આગ લાગતા કેટલાક ટેન્ટ બળીને ખાખ થયા છે

 દરમિયાન બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાના હેવાલ મળે છે આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કોશિશ કરી રહ્યાં છે  ખેડૂતો ખુદ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા છે

(11:05 pm IST)