Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આતંકીઓને મદદ કરનારા વધુ ચાર જણાંની ધરપકડ

લખનૌ આતંકવાદી કેસમાં પોલીસ એક્શનમાં : ૪ યુવાનો શંકાસ્પદ આતંકીઓને શસ્ત્રો પહોંચાડાતા હતા

લખનૌ, તા.૧૪ : લખનૌમાંથી પકડાયેલા અલકાયદાના બે શંકાસ્પદ આતંકવાદીઓને મદદ કરનારા બીજા ચાર વ્યક્તિઓની પણ યુપી પોલીસ અને એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે .

તેમની કાનપુર અને લખનૌમાંથી ધરપકડ કરાઈ છે. ચાર વ્યક્તિઓ પૈકી શકીલ અને મુસ્તકીમ નામના યુવાનોને લખનૌના વજિરગંજ  વિસ્તારમાંથી અને લઈક તથા આફાકની ધરપકડ કાનપુરમાંથી કરવામાંઆવી છે.

એટીએસના સૂત્રોનુ કહેવુ છે કે, પકડાયેલા ચાર યુવાનો શંકાસ્પદ આતંકીઓને શસ્ત્રો પહોંચાડાતા હતા.શકીલ દેખાડા માટે રીક્ષા ચલાવતો હતો.

ઉલ્લેખનીય છે કે, બે આતંકીઓની ધરપકડ બાદ તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.જેમાં તેમણે પોતાના મદદગારોની માહિતી આપી હતી. પછી એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આતંકીઓના મદદગાર શકીલે કાનપુરમાં હથિયારોનો સોદો કર્યો હતો. માટે તેણે પોસ્ટથી પેમેન્ટ કર્યુ હતુ.આતંકીઓ પાસેથી પકડાયેલી પિસ્ટલ પણ કાનપુરમાંથી ખરીદવામાં આવી હતી.સાથે સાથે પ્રીએક્ટિવેટેડ સીમ કાર્ડ પણ કાનપુરથી ખરીદાયા હતા.

હજી પણ કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

(7:40 pm IST)