Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

છત્તીસગઢમાં માઓ નેતા હેમલા હુંગાનું કોરોનાથી મોત

૨૦૧૩માં કોંગ્રેસના નેતાઓની સામૂહિક હત્યામાં આરોપી : ૨૦૧૯માં ભાજપ ધારાસભ્યની હત્યામાં માસ્ટરમાઈન્ડ હેમલા ૧૯૯૭થી માઓવાદી પ્રવૃત્તિમાં જોડાયો હતો

સુકમા, તા.૧૪ : નક્સલવાદથી અસરગ્રસ્ત છત્તીસગઢના સુકમામાં મોસ્ટ વોન્ટેડ માઓવાદી નેતા વિનોદ ઉર્ફે હેમલા હુંગાનુ કોરોનાથી મોત થયુ છે.

હેમલા હુંગા ૨૦૧૩માં કોંગ્રેસના નેતાઓની સામૂહિક હત્યામાં આરોપી હતી.તે સાથે એપ્રિલ ૨૦૧૯માં ભાજપના ધારાસભ્યની હત્યામાં પણ માસ્ટરમાઈન્ટ હતો.દંતેવાડા પોલીસે કહ્યુ હતુ કે, ૧૯૯૭થી તે માઓવાદી પ્રવૃત્તિમાં જોડાયો હતો અને ડિવિઝનલ કમાન્ડરની રેક્ન સુધી પહોંચ્યો હતો.

૬૨ વર્ષીય હેમલા હુંગાનુ કોરોનાના કારણે ૧૨ જુલાઈએ સુકમા જિલ્લામાં મોત થયુ હતુ.હેમલા હુંગા પર ૧૫ લાખ રુપિયાનુ ઈનામ હતુ.જેમાંથી ૧૦ લાખનુ ઈનામ છત્તીસગઢ પોલીસે અને પાંચ લાખનુ ઈનામ નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ જાહેર કર્યુ હતુ.

છત્તીસગઢના માઓવાદી વિસ્તારમાં તાજેતરમાં કોરોનાએ ઝડપથી સંક્રમણ ફેલાવ્યુ હતુ.અત્યાર સુધીમાં કારણે માઓવાદી નેતાઓના મોત થયા છે.જેમાં હરિભૂષણ અને શારદા પણ સામેલ છે. બંને પર સરકારે પચાસ લાખનુ ઈનામ જાહેર કર્યુ હતુ.

છત્તીસગઢમાં કોરોનાના એક્ટિવ કેસ પૈકી ૪૦ ટકા બસ્તર વિસ્તારના છે.જ્યાં નક્સલવાદ અને માઓવાદની અસર સૌથી વધારે છે.બસ્તર વિસ્તારમાં ૬૬૮ લોકો કોરોનાથી મોતને ભેટી ચુકયા છે.

(7:34 pm IST)