Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

હવે બેંક માસ્ટર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી નહીં કરી શકે : રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો આ નિર્ણય 22 જૂલાઈથી લાગૂ થશે.

નવી દિલ્હી : કેન્દ્રીય બેંક રિઝર્વ બેન્કએ બેંકો અને માઇક્રો ફાઇનેન્સ કંપનીઓ દ્વારા નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવાને લઇ બુધવારે મોટો નિર્ણય લીધો છે. RBIએ માસ્ટરકાર્ડ જારી કરવા પર રોક લગાવી છે. હવે બેંક નવા અથવા જૂના ગ્રાહકોને માસ્ટર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી નહીં કરી શકે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો આ નિર્ણય 22 જૂલાઈના રોજથી લાગૂ થશે.

(6:32 pm IST)