Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

શ્રીરામ ભગવાનની ભકિતએ જ રામકથાની દક્ષિણા છેઃ પૂ. મોરારીબાપુ

નાથદ્વારામા આયોજીત 'માનસ તતઃ કિમ' ઓનલાઇન શ્રીરામ કથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ૧૪ :.. 'શ્રીરામ ભગવાનની ભકિતએ જ રામકથાની દક્ષિણા છે' તેમ પૂ. મોરારીબાપુએ નાથદ્વારામા આયોજીત 'માનસ તતઃ કમ' ઓનલાઇન શ્રીરામ કથાના પાંચમા દિવસે જણાવ્યું હતું.

ગઇકાલે ચોથા દિવસે પૂ. મોરારીબાપુએ કહયું કે ખરાબ સપના ન આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી  ડર ન લાગે, વધારે પૂછયું ત્યારે મેં એને કહ્યું કે હનુમાન પવનસુત છે એટલે મંદ-સુગંધ અને શીતલ પંખાથી, એસીથી અને બારી ખોલવાથી પ્રવેશ કરે છે અને એને સમજાઇ ગયું રાજી થઇ ગયો! બાપુએ કહ્યું કે ત્રણ પ્રકારના શ્રોતા હોય છે. સોતા શ્રોતા, પીતા શ્રોતા - દરેક શબ્દને પીતો હોય છે. અને એક શબ્દ બોલ્યા પછી બીજા શબ્દોમાં થોડી વાર લાગે.  તો જાણે કે લટકી રહ્યો છે એવો અનુભવ કરે, ગાતા શ્રોતા - સાથે સાથે ગાય છે, રોતા શ્રોતા - ચોપાઇ શરૂ થતાં જ તેની આંખોમાં અશ્રુપાત શરૂ થયા છે. ધન્યાસ્તે કૃતિન પિબંતી સતત શ્રીરામના મામૃતમ-આપણને પાણી પીવાની આદત છે અમૃત પીવાની આદત નથી. રામકથા જળ પણ છે, અમૃત પણ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે પ્રેમમાં હારી જવું એ જ જીત છે. દક્ષિણ ભારતીય એક ગ્રંથ છે પ્રેમપટ્ટનમ - એટલે કે પ્રેમનગર - પ્રેમની નગરી, સ્વામી ત્રણ પ્રકારના હોય છેઃ દેહ સ્વામી -જેને માલિક ભાવ, દેહ પર જ હકક ધરાવે. ગેહસ્વામી-ઘરનો માલિક અને નેહસ્વામી કેવળ મહોબ્બત સાથે મતલબ હોય છે. એ જ રીતે ગુરૂ ત્રણ પ્રકારનાં છેઃ જુઠ ગુરૂ, લૂંટ ગુરૂ - શિષ્યનું બધા જ પ્રકારનું છેઃ શોષણ કરે અને કુટ ગુરૂ એટલે એરણ લોખંડ જેના પર ઘડાય છે. એવા પ્રકારનો ગુરૂ સાધુ ત્રણ પ્રકારના હોય છેઃ તક સાધુ, બક સાધુ અને ચક સાધુ-તેને ચકાચક માલ-મલિદા સાથે નિસ્બત હોય છે. ત્રણ પ્રકારના વૈદ હોય છેઃ ઊંટવૈદ, જૂઠ વૈદ અને લૂંટ વૈદ.

(2:37 pm IST)