Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

' રાજદ્રોહ ' : લશ્કરના નિવૃત મેજર જનરલ એસ.જી. વોમ્બેટકેરે ઇન્ડિયન પીનલ કોડની કલમ 124A ને પડકારી : નાગરિકોના વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના ભંગ સમાન હોવાની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : નામદાર કોર્ટે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલનું માર્ગદર્શન માગ્યું : સુનાવણી આવતીકાલ ઉપર મુલતવી રાખી

ન્યુદિલ્હી : લશ્કરના નિવૃત મેજર જનરલ એસ.જી. વોમ્બેટકેરે ઇન્ડિયન પીનલ કોડની કલમ 124A ને પડકારી છે. જે અંતર્ગત રાજદ્રોહના આરોપસર આરોપીની ધરપકડ થઇ શકે છે.
પિટિશનમાં જણાવાયા મુજબ આ કલમ નાગરિકોના વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના ભંગ સમાન છે.
જેના અનુસંધાને ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા, અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને ઋષિકેશ રોયએ પિટિશનની એક નકલ ભારતના એટર્ની જનરલ વેણુગોપાલને આપવા જણાવ્યું હતું. જેઓના માર્ગદર્શન  બાદ આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે આ મામલે અન્ય બે પિટિશન પણ થઇ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:45 pm IST)