Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

દેશભરમાં મેઘ મલ્હારઃ પાંચ દિવસ સારો વરસાદ પડશે

ચાર દિવસ મોડુ દેશભરમાં ચોમાસાનું આગમન : હવામાન વિભાગ કહે છે આગામી પાંચ દેશના અનેક રાજયોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. : પુર્વ રાજસ્થાનમાં તા.૧૪,૧૫,૧૭ જુલાઇના ઉતરાખંડ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડશે. : ઉત્તરા રાજસ્થાન, હરીયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને બિહારમાં આગામી ૨૪ કલાક દરમિયાન તોફાની પવન સાથે વરસાદ. : મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

નવી દિલ્હીઃ દેશની જીવનરેખા ચોમાસાએ દેશના તમામ રાજયોમાં એન્ટ્રી કરી લીધી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ થઇ ગયો છે. ચાર દિવસ મોડુ ચોમાસુ દેશભરમાં છવાઇ ગયું છે.

સામાન્ય રીતે દેશભરમાં ૮ જુલાઇએ દેશભરમાં ચોમાસુ સક્રિય બની જાય છે. જો કે હવામાન ખાતાએ આ વર્ષે ૧૫ જુલાઇ તારીખ નકકી કરી હતી.

રાજસ્થાનના જેસલમેર અને શ્રીગંગાનગરમાં ઝમાઝમ વરસાદ થયો હતો. દિલ્હીમાં પણ વરસાદના આગમનથી લોકોને રાહત પહોંચી છે. આઇએમડીએ કહેલુ કે દિલ્હીમાં ૧૫ જુને જ ચોમાસુ બેસી જશે. પરંતુ ત્યારબાદ ૧૦ જુલાઇ તારીખ જણાવેલ. તેમ છતાં ચોમાસુ મોડુ બેઠુ હતુ. (૪૦.૩)

કેરળમાં ચોમાસાનું આગમન બે દિવસ મોડુ થયેલુ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ વર્ષે બે દિવસ મોડુ એટલે કે ૩ જુને કેરળ પહોંચ્યું હતુ. બાદ ચોમાસુ ઝડપથી દક્ષિણ મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પુર્વોતર ભારતમાં છવાઇ ગયું. પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન, હરીયાણા, દિલ્હી અને પંજાબમાં સ્થિર થઇ ગયુ હતુ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સરકાર દ્વારા એડવેન્ચર ટુરીઝમ ઉપર રોક લગાવી દીધી છે.

(11:35 am IST)