Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું : ટીવી-મોબાઇલ નેટવર્ક ઠપ્પ થવાની સંભાવના

વાવાઝોડું લગભગ 16 લાખ કિલોમીર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યુ છે

નવી દિલ્હી :  શક્તિશાળી સૌર વાવાઝોડું ઘણી ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યુ છે . કહેવામાં આવી રહ્યુ છે કે, તે ધરતી સાથે ટકરાઇ શકે છે. આ વાવાઝોડું લગભગ 16 લાખ કિલોમીર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યુ છે. આ સુરજની સપાટી પર પેદા થયેલું એક શક્તિશાળી વાવાઝોડું છે.

જેની પૃથ્વી પર મોટી અસર પડી શકે છે. સ્પેસ વેધર ડોટ કોમ અનુસાર, આ સૌર વાવાઝોડું સુરજનાં વાયુમંડળમાં પેદા થયુ છે અને તેના કારણે ચુંબકીય વિસ્તારનાં પ્રભુત્વવાળા અંતરિક્ષનો એક વિસ્તાર તેનાથી ઘણો પ્રભાવિત થઇ શકે છે. આ વાવાઝોડાનાં કારણે વૈજ્ઞાનિકોએ ચેવણી જાહેર કરી છે કે, તેના અંતર્ગત લોકોએ વિમાનયાત્રા કરવાથી બચવું જોઇએ. કારણ કે, સેટેલાઇટનાં સિગ્નલોમાં તેનાથી ખામી આવી શકે છે.

  વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેનો ભારે પ્રભાવ જોવા મળી શકે છે. અત્યારથી લઇને આવતા અમુક કલાકોમાં સુરજમાંથી નિકળીને આ વાવાઝોડાની લહેર ગમે ત્યારે ધરતીને હિટ કરી શકે છે. આ વાવાઝોડાની લહેર હીટ થવાથી ધરતી પર જીપીએસ સીસ્ટમ, સેલફોન નેટવર્ક, અને સેટેલાઇટ ટીવી પર તેની અસર પડશે. ધરતીનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર નોર્દન અને સદર્ન લાઇટની માત્રા અને તેની ફ્રીકવન્સી પણ વધી શકે છે. ૩ જુલાઇનાં રોજ સુરજનાં દક્ષિણ ભાગમાં એક મોટો વિસ્ફોટ પણ જોવામાં આવ્યો છે. જેના લીધે સોલાર ફ્લેયર્સ એટલે કે સૌર કિરણો ઝડપથી ધરતી તરફ આગળ વધી રહી છે. તે 12 જુલાઇથી લઇને આવતા અમુક કલાકોનાં સમયમાં ગમે ત્યારે ધરતી પર કેટલીક મિનિટો માટે પરેશાની ઉભી કરી શકે છે.

(12:31 am IST)