Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીનો સૌથી લોકપ્રિય ચહેરો :જો રાહુલ ગાંધી ના માને તો સાંભળી લ્યે કોંગ્રેસની કમાન

આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરીમાં કહ્યું કે રાહુલ ગાંધીને મનાવવાના બે વર્ષથી પ્રયાસો થઈ રહ્યા છે, જો તેઓ તૈયાર ન હોય તો પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઈએ.

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસનું ત્રણ દિવસીય મંથન સત્ર ‘ચિંતન શિવિર’ ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય ફોકસ દેશમાં પાર્ટીને મજબૂત કરવા પર છે. દરમિયાન, કોંગ્રેસ પક્ષમાં સંગઠનાત્મક પરિવર્તનની હાકલ વચ્ચે પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીનો સૌથી લોકપ્રિય ચહેરો છે અને જો રાહુલ ગાંધી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તો તેમને નેતૃત્વ સંભાળવુ જોઈએ.

આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરીમાં કહ્યું કે રાહુલ ગાંધીને મનાવવાના બે વર્ષથી પ્રયાસો થઈ રહ્યા છે, જો તેઓ તૈયાર ન હોય તો પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઈએ. આ અંગે કોઈએ કોઈ જવાબ આપ્યો ન હતો, જોકે રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ તેમને અધવચ્ચે જ રોક્યા હતા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ એકલા નથી જેમણે પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે. સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાડ્રાને રાષ્ટ્રીય સ્તરે લાવવા જોઈએ અને તેમને માત્ર એક રાજ્ય સુધી મર્યાદિત ન રાખવા જોઈએ.

 

આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે રાહુલ ગાંધી માટે પાર્ટીનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે અને જો કોઈ કારણોસર તેઓ આ ભૂમિકા સ્વીકારવા તૈયાર ન હોય તો પ્રિયંકા ગાંધી વાડ્રાએ આગળ આવીને પાર્ટીનું નેતૃત્વ કરવું જોઈએ, કારણ કે તેઓ સૌથી વધુ લોકપ્રિય નેતા છે. દેશમાં લોકપ્રિય ચહેરો છે. તેમણે કહ્યું કે દેશના કરોડો લોકો અને કોંગ્રેસના લાખો કાર્યકરો ઈચ્છે છે કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ સંભાળે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચિંતન, મંથન અને પરિવર્તનની વાત કરી છે અને યુવા પેઢીને પાર્ટીને ફરી સત્તામાં લાવવા માટે આગળથી પાર્ટીનું નેતૃત્વ કરવાનો મોકો મળવો જોઈએ. સાથે જ તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસમાં પરિવર્તન આવશે. આ સિવાય આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો અને નેતૃત્વને આ મોરચે પાર્ટીનો વારસો જાળવી રાખવા અને બહુમતીઓનો વિશ્વાસ પાછો મેળવવા કહ્યું.

તે જ સમયે સૂત્રોએ જણાવ્યું હતું કે આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે ચિંતન શિબિરમાં કહ્યું હતું કે કોંગ્રેસ તમામ ધર્મોનું સન્માન કરે છે અને હકીકતમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા’ના વારસાને પાછો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

(10:04 pm IST)