Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

હવે ડોર ટુ ડોર રસીકરણ : સરકારે ઘડયો પ્લાન : ૪૫ વર્ષથી ઓછી ઉંમરનાને પણ અપાશે

સ્પુટનિક વેકસીનને મંજુરી મળી જતા : સરકાર રસીકરણની પ્રક્રિયા વેગવંતી કરવા માંગે છે : ટુંક સમયમાં અમલ

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં સ્પુતનિક-વી નવી વેકસીનની એન્ટ્રી બાદ હવે લોકોના ઘરે ઘરે જઇને કોરોના વેકસીન લગાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશની અનેક કંપનીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ડોર સ્ટેપ વેકસીનેશન માટે સંપર્ક પણ કરવામાં આવ્યો છે. અંદાજ છે કે આવનારા કેટલાક દિવસોમાં તે અંગે નિર્ણય કરવામાં આવશે. દેશમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે વેકસીનેશનની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે. ૧૦ કરોડથી વધુ લોકોને હવે વેકસીન લગાવામાં આવી ચુકી છે. સ્પુતનિક વેકસીનની મંજુરીની સાથે યોજના હવે ઘરે-ઘરે જઇને લોકોને વેકસીનેશન કરવા માટે થઇ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની યોજના છે કે આવતા ત્રણ મહિનામાં દેશની એક મોટી વસ્તીને રસી લગાવામાં આવે. તેના માટે ૪૫ વર્ષથી નીચેના લોકો માટે પણ રસીકરણની મંજુરી આપવાની યોજનાઓ બનાવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ મુજબ જેમ મંજુરી મળે છે તેની સાથે જ લોકોને ઘરે - ઘરે વેકસીનેશનની પણ મંજુરી મળવાનો અંદાજ છે. અનેક ફાર્મા કંપનીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં આ કંપનીઓએ પ્રાઇવેટ કંપનીને વેકસીનથી માંડીને સરકારી વેકસીનને લોકોનો ઘરોમાં જઇને લગાવાની વાત કરી છે. જો કે તેના માટે આ કંપનીઓએ દરેક વ્યકિત ૨૫ રૂપિયાથી માંડીને ૩૭ રૂપિયા સુધી લેવાની મંજુરીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે દેશની વયસ્ક વસ્તીને આવતા મહીનામાં સંપૂર્ણ રીતે વેકસીનેટ કરવામાં આવ્યા છે. તેના માટે કેન્દ્ર સરકારે જે પગલા ભરવા જોઇએ તેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે આવતા થોડાક મહિનામાં વધુ કેટલીક વેકસીન લગાવાની અનુમતિ મળી જશે. દેશમાં જરૂરીયાત મુજબ અન્ય ઉંમરના ગ્રુપના લોકોને વેકસીનેટ કરવાની યોજનાઓ શરૂ થશે.

(3:42 pm IST)