Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

દંડ બાદ જૈક મા ની કિસ્મત ચમકી સંપતીમાં ૨.૩ બીલીયન ડોલરનો વધારો

નવી દિલ્હી,તા. ૧૪: ગત સપ્તાહે ચીની ઉદ્યોગપતિ જૈક મા ની કંપની ઉપર ચીન સરકારે દંડ લગાડેલ પણ હવે એક વાર ફરી તેની કિસ્મત બદલી છે. જૈક માની અલીબાબાની અમેરિકન ડિપોઝેટરી રિસ્પ્ટિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

સોમવારે તેમાં ૯.૩ ટકાનો ઉછાળો જોવા મળેલ. આ ચાર વર્ષોમાં સૌથી મોટો વધારો છે. જૈક માની સંપતિમાં ૨.૩ બીલીયન ડોલરનો ઉછાળ આવ્યો છે. જે હવે વધીને ૫૨.૧ બીલીયન ડોલર થઇ ગઇ છે.

ગત સપ્તાહે અલીબાબા ઉપર ચીને મોટી કાર્યવાહી કરતા ૧૮.૩ યુઆન (૮૨.૮ અબર ડોલર)ને દંડ ફટકારેલ જે એકાધીકાર વિરોધી નિયમોના ઉલ્લંઘન ઉપર લગાડાયેલ.

(3:09 pm IST)