Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેંકએ વ્યક્તિગત લોન પૂરી પાડવા માટે નીરા (NIRA) ની સાથે ભાગીદારી કરી

નવી દિલ્‍હી :  બેંગ્લુરુ, ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંકએ તેની ડિઝીટલ ફૂટપ્રિન્ટને મજબુત બનાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે આજે જાહેર કરે છે, ફિનટેક કંપની નીરા (NIRA) ની સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીના ભાગરૂપે, પગારદાર કર્મચારીઓ પણ પ્લે સ્ટોર પર પ્રાપ્ય નીરા (NIRA) એપનો ઉપયોગ દ્વારા એક વ્યક્તિગત લોન માટે અરજી કરી શકશે.

નીરા (NIRA) એક બેંગ્લોર સ્થિત ફિનટેક છે, જે મહિને રૂ. 11 હજાર જેટલી ઓછી આવક ધરાવતા પગારદાર વર્ગને ફંડ માટે મદદ કરે છે. આ ભાગીદારીના ભાગરૂપે ઉજ્જિવન એસએફબી ઓન-બોર્ડ ગ્રાહકોને પણ વ્યક્તિગત લોન માટે મદદ કરશે.

આ બાબત વિશે શ્રી ધીમંત ઠાકર, હેડ- ડિઝીટલ બેંકિંગ, ઉજ્જિવન, સ્મોલ ફાઈનાન્સ બેંક કહે છે, “અમે અમારા ડિઝીટલ વિસ્તરણમાં વધારો કરવા માટે અમારી પ્રોડક્ટ, સેવા અને પ્રક્રિયામાં સતત નવીનતા લાવીએ છીએ. ફિનટેક્સની સાથે સંયોજનએ ફાઈનાન્સિયલ ઇકોસિસ્ટમમાં એક મહત્વનો ભાગ ભજવે છે, ખાસ તો, તેનાથી વિશાળ માર્કેટમાં સર્વિસ પૂરી પાડી શકાય છે. આ પ્રકારની ભાગીદારીથી વધુ સારી પ્રોડક્ટ્સ અને ઓફર્સની સાથે અમારા ગ્રાહકો સુધી અમે સરળતાથી પહોંચવામાં મદદ મળે છે.”

જ્યાં સુધી બેંકિંગ અને નાણાકીય સેવાઓની વાત છે, તો, ઉજ્જિવન એસએફબીએ હંમેશા અનસર્વ્ડ અને અંડરસર્વ્ડ સેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છએ. બેંકએ ભાગીદારી માટે ફિનટેક્સને પસંદ કરી છે, જે મોટાપાયે આ હિસ્સાની ચોક્કસ જરૂરિયાતને ઓળખીને તેનો ઉકેલ લાવે છે.

રોહિત સેન, સીઇઓ અને કો-ફાઉન્ડર, નીરા (NIRA)  કહે છે, “કોવિડની કટોકટીમાં ખૂબ જ સારા કામ કર્યા બાદ, અમે હવે ક્રેડિટ એક્સેસને ભારતના શહેરી વિશાળ માર્કેટમાં લાવવાના અમારા મિશન પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.અમે ક્રેડિટ સ્કોરિંગમાં તથા આ જૂથમાં ક્લેટિંગ પર અમારી મજબુત નિપૂણતા વિકસાવી રહ્યા છીએ અને ઉજ્જિવન જેવી બેંકોની સાથે સંયોજનથી અમે આ હિસ્સામાં સમય પર યોગ્ય પ્રોડક્ટને રજૂ કરી શકીશું.”

(12:35 pm IST)