Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શ્યાઓમીઍ ભારતમાં લોન્ચય કર્યું વિશ્વનું સૌથી પાતળું એલઇડી ટીવી

માત્ર 4,5 એમએમ એટલે કે મોબાઈલથી પણ સ્લિમ ટીવીમાં 55 ઇંચની 4K HDR ડિસ્પ્લે :કિંમત 39,999

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીએ ભારતમાં વિશ્વનું સૌથી પાતળું અને તેનું પહેલું સ્માર્ટ એલઈડી ટીવી Mi LED TV 4 લોન્ચ કર્યું છે આ ટીવીમાત્ર 4.5 mm એટલે કે મોબાઈલ ફોન કરતા પણ સ્લિમ છે. જેને દુનિયાનું સૌથી સ્લિમ સ્માર્ટ એલઈડી ટીવી પણ કહેવાય છે

    Mi LED TV 4ને ભારતમાં માત્ર 39,999ની કિંમતે લોન્ચ કરાયું છે આ સ્માર્ટટીવીમાં માત્ર 55 ઈંચ 4K HDR ડિસ્પ્લે અપાઈ છે જે ફ્રેમલેસ છે જેનાથી ટીવીની સાઈઝ નાની લાગે છે. ટીવીની ડિસ્પ્લે 4K UHD છે જેનું રિઝોલ્યુશન 3840×2160 છે. જેમાં લેટેસ્ટ ઈમેજિંગ ટેક્નોલોજી એમલોજિક અને અચડીઆરનો પણ ઉપયોગ કરાયો છે

   Mi LED TV 4માં 2GB રેમ અને 8 GB ઈન્ટરનલ સ્ટોરેજ અપાઈ છે આ ટીવી 64 બિટના ક્વોડ-કોર પ્રોસેસર પર રન કરે છે. સાથે ડિજિટલ ડોલ્બી સાઉન્ડ છે ઉપરાંત આ સ્માર્ટ ટીવીમાં વાઈ-ફાઈ, બ્લૂટુથ, ઈથરનેટ અને યુએસબી જેવી કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે.

   શાઓમીએ ભારતમાં હોટસ્ટાર, વૂટ, સોની લિવ, હંગામા પ્લે, જી5, ઓલ્ટ બાલાજી, સન નેક્સટ, વિઉ,ટીવીએફ જેવા અનેક મોટા કન્ટેટ પ્રોવાઈડર સાથે પાર્ટનરશિપ કરી છે. જેની મદદથી ટીવી પર 5 લાખ કલાકનું કન્ટેટ જોવા મળશે. જેમાંથી 80 ટકા કન્ટેટ ફ્રી હશે.

      ટીવીની સાથે કંપની 299 રૂપિયની કિંમતનું MI આઈઆર કેબલ અને ઈન્સ્ટોલેશન ફ્રીમાં આપી રહી છે. આ ટીવી 22 ફેબ્રુઆરીથી Mihome, mi.com અને ફ્લિપ કાર્ટ પર મળશે.

(8:38 pm IST)