Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સરદાર પટેલની જન્મજયંતીએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવા તડામાર તૈયારી

સાધુ બેટ પર વિરાટ સ્ટેચ્યુ મુકાયું :આ વર્ષે 31મી ઓક્ટોબરે લોકાર્પણ માટે તૈયારી પુરી કરી લેવાશે :મુખ્ય સેક્રેટરીએ લીધી મુલાકાત

વડોદરા:રાજ્ય સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથીએ સ્ટેચ્યુ ઓફ  લોકાર્પણ  કરવા સજ્જ બની છે સરદાર પટેલની જન્મજયંતીએ એટલે કે 31મી ઓક્ટોબરે 18 મીટર ઊંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરી દેવા પૂરજોરમાં તૈયારી થઇ રહી છે

    વડોદરાથી 100 કિમી દૂર આવેલા કેવડિયામાં સરદાર સરોવર ડેમથી 3.32 કિમી દૂર સાધુ બેટ પર સરદાર પટેલનું આ વિરાટ સ્ટેચ્યૂ મૂકવામાં આવનારું છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જે એન સિંહે જણાવ્યું કે, 31મી ઓક્ટોબરે તેનું લોકાર્પણ કરવા માટે આ સ્થળે તૈયારીઓ પૂરી કરી લેવાશે. સિંઘે 13મી ફેબ્રુઆરીએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામકાજની માહિતી મેળવી હતી.

    ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 31મી ઓક્ટોબર, 2013ના દિવસે સરદાર પટેલની 138મી જન્મતિથી પ્રસંગે આ પ્રોજેક્ટનો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્રભાઈ  મોદીએ લગભગ 3 હજાર કરોડના આ પ્રોજેક્ટની પાયાવિધી કરી હતી પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ)ના ધોરણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તેનું એન્જિનિયરિંગ કામ એલ એન્ડ ટી કંપની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ની દેખરેખમાં કરી રહી છે.આઝાદી પછી 562 રજવાડાઓને એક છત્ર નીચે લાવવવાનું ભગીરથ કામ કરનારા સરદાર પટેલના સન્માનમાં બનાવાયેલું આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રોજેક્ટ વેબસાઈટમાં અપાયેલી માહિતી મુજબ, તેના સ્થાને લાગી જશે તે પછી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ બની જશે.

આ સ્ટેચ્યૂ મુલાકાતીઓને સરદારની પ્રતિભા, જીવન અને સિદ્ધિની અનુભૂતિ કરાવશે. આ ઉપરાંત લગભગ 500 ફૂટની ગેલેરીમાંથી મુલાકાતીઓ સરદાર સરોવર ડેમ અને તેની આસપાસના પ્રાકૃતિ સૌંદર્યના દર્શન કરી શકશે.

ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે, આ સ્થળ વર્લ્ડ-ક્લાસ પ્રવાસન સ્થળ તરીકે ઊભરશે. તેમણે જણાવ્યું કે, ‘આ સ્થળે સરદાર પટેલના જીવનને દર્શાવતી ઓડીયો-વિઝ્યુઅલ ગેલેરી પણ હશે, લેસર લાઈટ અને સાઉન્ડ શો દ્વારા સરદાર પટેલના જીવનથી પણ લોકોને માહિતગાર કરાશે. ઉપરાંત અહીં આદિવાસી મ્યૂઝિયમ પણ બનાવશે.

(8:49 pm IST)