Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પીપીએફ ખાતાને વહેલી તકે બંધ કરવા ટુંકમાં મંજુર મળે તેવા સંકેત

કેન્દ્ર સરકાર દ્વારા સંકેત અપાતા મોટી રાહત મળી શકે : પાંચ વર્ષની નિર્ધારિત અવધિ પૂર્ણ થાય તે પહેલા સ્કીમમાંથી બહાર આવવા રોકાણકારોને મંજુરી મળી શકે : ઇમરજન્સીના કેસમાં વાલીઓને લાભ થશે

મુંબઇ,તા. ૧૪ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, પીપીએફ ખાતાઓને વહેલીતકે બંધ કરવા તે મંજુરી આપી શકે છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, લોકપ્રિય પબ્લિક પ્રોવિડંડ ફંડ સ્કીમમાં મૂળભૂત પાસાઓને જાળવી રાખવા માટે તે કટિબદ્ધ છે જેમાં કરવેરા મુક્તિ અને વ્યાજદરની નીતિ સહિત પબ્લિક પ્રોવિડંડ ફંડ સ્કીમના મૂળભૂત પાસાઓનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર પીપીએફ ખાતાઓને વહેલીતકે બંધ કરવાની સાથે સાથે અન્ય કેટલાક પાસાઓ ઉપર પણ વિચારી રહી છે. સરકારે પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવી નાની બચતની યોજનાઓને લઇને કાયદાઓમાં સુધારા કરવા કેટલાક સુધારા સુચવ્યા છે. નાની બચત સાથે સંબંધિત પ્રમાણપત્ર દ્વારા કેટલીક શંકાઓ હાલમાં ઉભી કરવામાં આવી છે. નિવેદનમાં નાણામંત્રાલયનું કહેવું છે કે, ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત અથવા તો મેડિકલ ઇમરજન્સી જેવી કોઇ બાબતના કેસમાં પીપીએફ ખાતાઓને સમય કરતા વહેલી તકે બંધ કરવાને મંજુરી આપવામાં આવશે. નાની બચતની યોજનાઓમાં મૂડીરોકાણ વાલીઓ તરફથી બિલમાં સુચવવામાં આવેલી જોગવાઈ હેઠળ નાના પાયે રોકાણ કરવામાં આવે છે. વાલીઓને એસોસિએટેડ અધિકારો અને જવાબદારીઓ પણ આપવામાં આવી છે. ચોક્કસ જોગવાઈઓને લઇને હિલચાલ હાથ ધરવામાં આવી છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં ઉંચા વ્યાજદરની ઓફર ઉપરાંત કેટલીક નાની બચતની સ્કીમો ઇન્કમટેક્સના લાભ પણ ધરાવે છે જેના ભાગરુપે નાની બચતની સ્કીમો ઉપર ટેક્સ પોલીસી અથવા તો વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. આ સુધારા મારફતે વ્યાજદરમાં કોઇ સુધારા કરવામાં આવનાર છે. સરકારનું કહેવું છે કે, હાલમાં જે લાભ જારી છે તે લાભને પરત ખેંચવાની પણ કોઇ યોજના નથી.

(7:42 pm IST)