Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પીએમ મોદીની ૫૬ ઈંચની છાતી 'કાગળ'ની, આ ટેલિવિઝનવાળી સરકારઃ ગુલામનબી આઝાદ

નવી દિલ્હી : રાજ્યસભામાં વિપક્ષ અને કોંગ્રેસનાસીનિયર નેતા ગુલામ નબી આઝાદેવડાપ્રધાન મોદીની ૫૬ ઈન્ચની છાતીનેકાગળની ગણાવતાં કેન્દ્ર સરકારનેટેલિવિઝન વાળી સરકાર કહી.વારાણસીમાં કોંગ્રેસ વતી આયોજિતમંડલિય કાર્યકર સંમેલન બાદ પત્રકારોસાથે વાત કરતાં આઝાદે કહ્યું કે સરહદેજેટલા પણ હુમલાઓ થયાં તેટલા કોઈસરકારમાં થયા નથી. ગત ૭૦ વર્ષમાંઆનાથી કમજોર સરકાર બીજી કોઈ નથી.અત્યાર સુધી તો ફક્ત કાશ્મીર અસલામતહતું પરંતુ હવે જમ્મુ પણ સુરક્ષિત નથી. સંઘ પ્રમુખ મોહન ભાગવતની ટીપ્પણીપર પ્રતિક્રિયા આપતાં આઝાદે કહ્યું કે સેના છે જેણે પાકિસ્તાનના ત્રણ હુમલાનોઆકરો જવાબ આપ્યો છે. ખામીસરકારમાં છે અને ભાગવતની સેનાનીદેશને જરૂર નથી. મોહન ભાગવતેવડાપ્રધાનને સમજાવવા જોઈએ કે સરકારલોકોને બચાવે. તેમણે સરહદે જવું હોયજાય તેમને કોણે રોક્યાં છે. અમે પણતેમની સાથે જવા તૈયાર છીએ. તેમણેઉમેર્યું કે ભાજપ સરકાર ફક્ત ટેલિવિઝનપર જોવા મળનાર સરકાર છે અને તેનેજમીન સ્તરે લોકો સાથે કંઈ લેવાદેવાનથી. આઝાદે આક્ષેપ કર્યો કે ભાજપસરકાર નવયુવાનોને રોજગારી અપાવવામાં અને ખેડૂતોનું ભલું કરવામાંનિષ્ફળ નીવડી છે. આ સરકારના રાજમાંબેરોજગારી અને મોંઘવારી લગાતારવધી રહી છે.

(4:49 pm IST)