Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

૩૬ વર્ષની આ ગુજરાતી મહિલા બની મિસીઝ એશિયા યુકે ૨૦૧૮

નવી દિલ્હી તા. ૧૩ : હૈદરાબાદની અને મૂળ ગુજરાતી ડિમ્પ્લ સંઘાણીને મિસીઝ એશિયા યુકે ૨૦૧૮ સિલેકટ કરવામા આવી છે. આ ઇવેન્ટમાં ગુજરાતી યુવતીને તેના સ્ટ્રોન્ગ વોઇસ અને વર્કને લઇને સિલેકટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડિમ્પલે ૧૮ વર્ષની નાની વયે મિસ કન્ટ્રી કલબ ૨૦૦૦માં એન્ટ્રી કરી લીધી હતી અને હવે તેને મિસીઝ એશિયા યુકે ૨૦૧૮ માટે પસંદ કરવામા આવી છે.

મિસીઝ એશિયા યુકે ૨૦૧૮માં ડિમ્પ્લને સિલેકટ થયા બાદ ડિમ્પ્લે કહ્યું કે, હું એક પ્રોફેશનલ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ છું, હું ટેલિવીઝન અને ફિલ્મ્સમાં મારા કામને બિરદાવું છું. હું આર્ટિસ્ટને પરફેકટ રીતે ડિલીવર કરવામાં માનું છું. મારા કલાઇન્ટનુ સ્મિત જ મારો સંતોષ છે.

મારી કેરિયરમાં મારા ફેમિલીનો મોટો ફાળો છે, મારા ગ્રાન્ડ ફાધરે મને ખુબ મદદ કરી હતી. ઉપરાંત મારા પેરેન્ટ્સ અને મારા હસબન્ડ મારા સ્ટ્રોન્ગ સપોટર્સ છે. તેમના કારણે જ હું આ મારા કેરિયરમા આ મુકામ સુધી પહોંચી છું. મને બાળપણથી જ યોગ્ય સમયે યોગ્ય વ્યકિતનો સાથ મળ્યો જેથી હું આજે એક પરફેકટ વૂમન બની શકી છું.

મારો જન્મ હૈદરાબાદમાં થયો અને મારું બાળપણ એક સંયુકત ફેમિલીમાં ઉછળ્યું. ઉલ્લેખનીય છે કે ડિમ્પ્લ ૧૮ વર્ષની વયે લગ્ન કરી લંડનમાં સેટલ થઇ ગઇ હતી, જયાં તેને હેરડ્રેસિંગનો ૩ વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

અત્યારે હું ૩૬ વર્ષની થઇ ચૂકી છું, અને અત્યારે એક માતા અને વાઇફ તરીકે યોગ્ય ભૂમિકા નિભાવી રહી છું. હું એક પ્રોફેશનલ એન્ટરપ્રિન્યોર અને સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટ છું. હું હંમેશા મારા સપનાઓને સામે રાખીને કામ કરું છું. ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની પુત્રી ન્યાસા, સાકિબ સલીમ, રાજ કુમાર રાવ, અરમાન મલિક અને ઇગ્લેન્ડના ક્રિકેટર મોઇન અલી અને રવી બોપારા ડિમ્પલ સંઘાણીના કલાયન્ટ છે.

ડિમ્પલનું કહેવું છે કે, તેને કોમ્પેટિટીવ નેચરની સાથે લાઇફની દરેક ક્ષણોને યાદગાર બનાવવાનું પેશન છે. તેણીને ગુજરાતી ડાન્સ પણ પસંદ છે.

(4:41 pm IST)