News of Tuesday, 13th February 2018

યુધ્ધ કરી પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી ભૂસી નાખોઃ તોગડિયા

આપણી દીકરીઓ અને બહેનને પ્રેમ કરવાનો અધિકાર છે, 'વેલેન્ટાઇને' ડે'નો વિરોધ ન કરો

નવી દિલ્હી તા. ૧૩ : પ્રવીણ તોગડીયાએ જમ્મુ-કાશ્મીરમાં સુંજુવાન કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સેનાએ પાકિસ્તાન વિરૂધ્ધ જાહેર કરવું જોઇએ તોગડિયાએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાંં ટીકા કરી હતી.

તોગડીયાએ કહ્યું કે આપણી સેનાએ યુધ્ધની તૈયારી કરવાની સાથે પાકિસ્તાન પર હુમલો કરવો જોઇએ. પાકિસ્તાનનુ નામ દુનિયાના નકશા પરથી ભુંસાઇ જવું જોઇએ. કયાં સુધી આપણે માત્ર વાતો કરતા રહીશું, એમાં તો આપણા જવાનો શહીદ થઇ રહ્યા છે.

તોગડીયાએ કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબુબા મુફતીની ટીકા કરતા કહ્યું કે, જે લોકો આપણી સેનાના જવાનો પર પથ્થરોનો વરસાદ વરસાવે છે એમની સામે નોંધાયેલા કેસ સરકાર પાછા કેવી રીતે ખેંચી શકે. પથ્થરબાજોને રોકવાની માગણીની સાથે કાશ્મીરી હિંદુઓને ફરી તેમના વતન મોકલવાની પણ માગણી કરી હતી.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તોગડીયાએ ચંડીગઢમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ નહીં કરવાનો સંદેશ કાર્યકરોને આપી દીધો છે. તોગડીયાએ વેલેન્ટાઇન ડેનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, મેં સંદેશ આપી દીધો છે. આપણી દીકરીઓને પ્રેમ કરવાનો હકક છે અને આપણી બહેનને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. તેમ એક અખબારી અહેવાલ જણાવે છે.

(4:39 pm IST)
  • મલયાલમ ફિલ્મ 'ઉરુ અદાર લવ'ના એક નાના એવા વીડિયોથી ઈન્ટરનેટ પર સેન્સેશન બની ગયેલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ અને ફિલ્મના પ્રોડ્યુસર વિરુધ્ધ હૈદરાબાદમાં ફરિયાદ નોંધવાઈ છે, હૈદરાબાદમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ તેના ગીતના કેટલાક શબ્દો પર વિરોધ્ધ થઈ રહ્યો છે. ફરિયાદ નોંધાવનારનુ્ં કહેવું છે કે ગીતના લીધે મુસલમાનોની લાગણીઓને ઠેસ પહોંચી છે. access_time 12:23 pm IST

  • અમેરિકાના ફ્લોરીડામાં પાર્કલેન્ડની સ્ટોનમેન ડગલસ હાઇસ્કુલની અંદર ચાલી રહ્યું છે અંધાધુંધ ફાયરીંગ : પોલીસે સમગ્ર વિસ્તારમાં કરી નાકાબંદી : સંખ્યાબંધ હતાહ્તની સેવાય રહેલી શંકા : FBI પહોચી ઘટના સ્થળે : ગોળીબાર કરનાર કોણ છે એ હજુ જાણી શકાયું નથી : સંકુલમાં લગભગ ૩૦૦૦ વિદ્યાર્થી હોવાનું સંભવ : વિદ્યાર્થીઓને સુરક્ષિત સંકુલની બહાર ખસેડાય રહ્યા છે : આતંકી માર્યો ગયો છે કે નહી એ હજુ જાની શકાયું નથી access_time 2:03 am IST

  • પટણાથી હાવડા જઈ રહેલ જન શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં સવારે ૯-૯:૩૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી : એશી કોચમાં અચાનક ધુમાડો નીકળતા મુસાફરોમાં ભારે અફડાતફડી મચી : થોડીવાર પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ : આ બનાવ મોકામા સ્ટેશને બનેલ access_time 11:30 am IST