News of Tuesday, 13th February 2018

શ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ

સીઆરપીએફ હેડકવાર્ટર ઉપર હુમલો કરનાર પાકિસ્તાની ત્રાસવાદીઓ સાથે શ્રીનગરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફરી સવારથી એન્કાઉન્ટર ચાલુ છે : છેલ્લા કલાકોથી ગોળીબારો બંધ થતાં ત્રાસવાદીઓ પાસે દારૂગોળો ખલાસ થયાનું મનાય છે : આ ઈમારતમાં ૪ ત્રાસવાદીઓ છુપાયા છે : આ ૪ માળના બિલ્ડીંગને જ હવે ઉડાવી દેવા લશ્કર સાબદુ થયુ છે.

(12:41 pm IST)
  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST

  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST

  • ચક્રવાત ''ગીતા'' વાવાઝોડાએ ટોંગા દેશમાં તબાહી મચાવીઃ૧૦૦ વર્ષ જુનું સંસદ ભવન ધ્વસ્તઃ ૬૦ વર્ષમાં સૌથી શકિતશાળી તોફાન access_time 3:53 pm IST