News of Tuesday, 13th February 2018

જિઓને ટક્કર આપવા એરટેલે ૯૩ રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન મુકયો

મુંબઈ તા. ૧૩ : રીલાયન્સ જિઓએ રિપબ્લિક ડે ઓફરમાં ૯૮ રૂપિયામાં ૨૮ દિવસના ઘણા બધા ફાયદા આપ્યા હતા. જિઓનો આ પ્લાન સૌથી સસ્તો માસિક પ્લાન હતો. માર્કેટની હરિફાઈને જોતા એરટેલ હવે પ્રાઈઝ વોરમાં ઉતર્યું છે. જિઓથી સૌથી સસ્તા પ્લાન સાથે જીઓને ટક્કર આપવા ૯૩ રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે.જીઓએ ૯૮ રૂપિયાનો માસિક પ્લાન આપ્યો હતો, જયારે હવે એરટેલે રૂપિયા ૯૩નો માસિક પ્લાન જાહેર કર્યો છે. જીઓએ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ અને રોમિંગમાં પણ ફ્રી કોલ્સ આપ્યા હતા. એરટેલે અનલિમિટેડ લોકલ, એસટીડી કોલ્સ(એક દિવસમાં વધુમાં વધુ ૨૫૦ મિનીટ્સ, સપ્તાહમાં ૧૦૦૦ મિનીટ્સ) સાત દિવસમાં ગ્રાહકોને વધુમાં વધુ ૧૦૦ કોલ્સ કરી શકે છે, તે પછી ૧૦ પૈસાના દરે કોલ ચાર્જ લાગુ થશે, પણ રોમિંગમાં કોલ્સ ફ્રી રહેશે.

જીઓએ દૈનિક ૨ જીબી ડેટા આપશે, જયારે એરટેલ રોજનો ૧ જીબી ડેટા આપશે. જીઓમાં ૨૮ દિવસોમાં કુલ ૩૦૦ એસએમએસ અને એરટેલમાં રોજના ૧૦૦ એટલે કે કુલ ૨૮૦૦ એસએમએસ ફ્રી.(૨૧.૧૨)

 

(10:52 am IST)
  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST

  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવા અને છેતરપીંડીનો કેસ ચલાવવા ભલામણ : ઈઝરાયલી પોલીસે ૧૪ મહિનાની તપાસ બાદ વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવી, છેતરપીંડી અને વિશ્વાસઘાતના આરોપો મૂકી કેસ ચલાવવાની ભલામણ કરી : પોલીસ અનુસાર, તેના પાસે નેતન્યાહુ વિરૂધ્ધ આ આરોપો સંબંધી બે ઘટનાના યોગ્ય સબૂત છે : નેતન્યાહુ ઉપર કેસ ચલાવવો કે નહીં તેનો નિર્ણય અટૉર્ની જનરલ કરશે access_time 11:31 am IST