Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

શિયાળામાં ગરમ પાણી પીનારાઓ ચેતજો… મોઢામાં ચાંદા પડવાની સાથે કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે

Hot Water Side Effects: શું તમે પણ શિયાળામાં ગરમ પાણી પીવો છો? જાણો તેના નુકસાન

નવી દિલ્હી: પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પાણીમાં મિનરલ્સ સાથે ઘણા અન્ય તત્વ પણ હાજર હોય છે. જેના ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. હાલમાં શિયાળાની સિઝન મોટાભાગે લોકો ગરમ પાણીનું સેવન કરે છે

ગરમ પાણી પીવાથી થાય છે નુકસાન
શિયાળાની સિઝનમાં મોટાભાગના લોકો ગરમ પાણી પીવે છે. ગરમ પાણીનું સેવન કરવાથી વજન ઓછું અને ત્વચા તથા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી પીવાના નુકસાન પણ છે? ઘણા લોકોને વાતની જાણકારી હોતી નથી. જેથી તેમના સ્વાસ્થ્ય પર ખોટી અસર પડવા લાગે છે. જાણો ગરમ પાણીથી થનાર નુકસાન

મોંઢામાં પડી જાય છે છાળા
શિયાળામાં વધુ ગરમ પાણી પીવાથી મોંઢામાં છાળા પડી જાય છે, જેથી ખાવા પીવામાં મુશ્કેલી થાય છે. ઉપરાંત વધુ ગરમ પાણીના સેવનથી જીભ પણ બળવાનો ચાન્સ રહે છે.તેના માટે સારા નવસેકા પાણીનું સેવન કરો

કિડનીને પહોંચે છે નુકસાન
વધુ ગરમ પાણી પીવાથી કિડનનીને નુકસાન પહોંચાડે છે. એટલા માટે ગમે ત્યારે પણ વધુ ગરમ પાણીનું સેવન   કરો. હંમેશા નવસેકું પાણી પીવો

મોંઢાની અંદરના ભાગમાં થાય છે બળતરા
શિયાળામાં ઘણા લોકો ખૂબ ગરમ પાણી પીવે છે. આમ કરવાથી હોંઠ અને મોંઢાની અંદરના ભાગમાં બળતરાનો ખતરો બને છે

એકાગ્રતામાં આવે છે ઘટાડો 
ગરમ પાણીના સેવનથી એકાગ્રતામાં ઘટાડો આવે છે અને શરીરમાં  બેચેનીની સમસ્યા પણ આવે છે. એટલા માટે શિયાળામાં હંમેશા નવસેકુ પાણી પીવો.

મસ્તિષ્કની કોશિકાઓમાં આવે છે સોજો
શિયાળામાં વધુ ગરમ પાણી પીવોથી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો આવે છે. એટલા માટે વધુ ગરમ પાણીનું સેવન કરો

(10:57 am IST)