Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

લોરિયા નજીકના અકસ્માતમાં મૃતકો ધોરાજી અને જેતપુરના પ્રવાસી

ભયંકર અકસ્માત :ઇકો કારને બસથી અલગ કરવા માટે જેસીબીની મદદ લેવાઈ

ભુજ :ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરીયા ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગના ઈકો કારમાં બેસેલાં લોકોનો સમાવેશ થાય છે. ભુજની હોસ્પિટલ ચોકીએથી મળતી વિગતો મુજબ દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકો રાજકોટના ધોરાજી અને જેતપુરના પ્રવાસી હોવાનું જણાવાયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસથી અલગ કરવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી. મૃતકના પરિવારજનો હાલ હોસ્પિટલ પહોચી ગયા છે.

(9:28 pm IST)