Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

વર્ષ 2020-22 દરમિયાન ભારતીય અર્થતંત્રનો સરેરાશ વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે.:મોર્ગન સ્ટેન્લી

ખાનગી રોકાણ અને ઉત્પાદક ચક્રમાં સતત સુધારો થશે : અહેવાલમાં અનુમાન

નવી દિલ્હી :વૈશ્વિક ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની મોર્ગન સ્ટેન્લીના સંશોધન અહેવાલના અનુમાન મુજબ વર્ષ 2020-22 દરમિયાન ભારતીય અર્થતંત્રનો સરેરાશ વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારતની માળખાકીય વૃદ્ધિની સ્થિતિ મધ્યમ ગાળાના દૃષ્ટાંત મુજબ મજબૂત રહેશે.

આ અહેવાલમાં જણાવાયું છે કે  ખાનગી રોકાણ ચક્રમાં સુધારો થશે અને તે 2018માં શરૂ થવાની ધારણા છે, જેથી ખાતરી થશે કે અર્થતંત્ર સતત અને ઉત્પાદક વૃદ્ધિ ચક્રમાં પ્રવેશ કરે છે.

અહેવાલમાં અનુમાન છે કે 2020-22 દરમ્યાન ભારતીય અર્થતંત્રની સરેરાશ આર્થિક વૃદ્ધિ એટલે કે જીડીપી 7.3 ટકા રહેશે. જે સમયમાં ઉત્પાદકતામાં વધુ સુધારો થશે. એટલું જ નહીં સ્થિરતાના જોખમોને મર્યાદિત કરવામાં મદદ મળી રહેશે. મોર્ગન સ્ટેનલીનો અંદાજ છે

(5:35 pm IST)