Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

દિલ્હીમાં ખાનગી લોકર્સમાં ગેરકાયદે સંપત્તિ રોકડ, જ્વેલરી સહિત ૨૩ કરોડનો મુદ્દા માલ જપ્ત

દિલ્હીમાં અનેક સ્થળોએ આઇટીના દરોડા યથાવત : અત્યાર સુધીમાં દિલ્હીમાંથી ૮૫.૨ કરોડ રોકડ જપ્ત, બિઝનેસમેન, બિલ્ડર્સ અને ગુટખા વ્યાપારી પણ સામેલ: પ્રાઇવેટ લોકર્સ ગેરકાયદે છતા તેની બોલબાલા, ટેક્સથી બચવા સંપત્તી લોકર્સમાં રાખતા અનેક ઝડપાયા

નવી દિલ્હી, :  શનિવાર દેશમાં આઇટી વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવાનું શરુ છે. દિલ્હીમાં પણ આઇટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન વધુ કેટલીક રોકડ ઉપરાંત સોનુ, જ્વેલરી પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર આઇટી વિભાગે આશરે ૨૩ કરોડ રૂપિયાનું સોનુ-જ્વેલરી, સોનાના બિસ્કિટ અને કિંમતી સ્ટોન આ ઉપરાંત રોકડ રકમ જપ્ત કરી હતી. આઇટી વિભાગ દ્વારા આશરે ૬૧ કરોડ રુપીયાની સંપત્તી પણ જપ્ત કરાઇ છે. આઇટી વિભાગે એક સપ્તાહ સુધી વીવીદ ખાનગી લોકરની તપાસ કરી હતી. જ્યાંથી આ સંપત્તિને જપ્ત કરાઇ છે. સાઉથ એક્શટેંશન વિસ્તારમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે આશરે ૮૫.૨ કરોડની રોકડ તેમજ જ્વેલરી વગેરે પણ જપ્ત કરાયું છે. જેમાં આઠ કરોડ રુપિયાની બે હજારની નોટો જ્યારે બાકીમાં બુલિયન, જ્વેલરી, સોનું તેમજ અન્ય કિંમતી પથ્થરો અને હીરાનો પણ સમાવેશ થાય છે. જે સંપત્તીને જપ્ત કરવામાં આવી છે તે દિલ્હીના બિલ્ડર, ગુટખાના વ્યાપારી અને અન્ય કેટલાક બિઝનેસમેનોની છે. ગેરકાયદે વોલ્ટ હોલ્ડર્સ હોય તેમની વિરુદ્ધ પણ તવાઇ બોલાવાઇ રહી છે. એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લોકર્સને ખોલવામાં આવ્યા છે અને શંકાસ્પદ સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિ એવી છે કે જેની ટેક્સ ચોરી કરવામાં આવી હતી અને તેને આ વોલ્ટમાં રાખવામાં આવી હતી. પ્રાઇવેટ લોકર્સ અને વોટ્સને નોર્મલ બેંક હોર્ડ્સ ઓપરેટ કરતા હોય છે અને તે ગેરકાયદે છે જેની કાયદામાં ક્યાંય જોગવાઇ જ નથી.

(11:35 am IST)