Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મધ્ય પ્રદેશ: મહિલા શિક્ષકોએ અધ્યાપક અધિકાર યાત્રામાં મુંડન કરાવી કર્યો વિરોધ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં શિક્ષકોનો વિરોધ ચાલુ છે. શનિવારે પોતાની માંગને લઈ શિક્ષકોએ મૂંડન કરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્ય પ્રદેશમાં ‘અધ્યાપક અધિકાર યાત્રા’ દરમિયાન ધણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના 25 ટકા આરક્ષણ આપવાની જાહેરાત બાદ આશરે 50 હજારથી વધુ અતિથિ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અતિથિ શિક્ષકોએ સરકાર પાસે 100 ટકા આરક્ષણની માંગ કરી છે.

પોતાને રેગ્યૂલર કરવા અને વેતનમાં વધારો કરવાની માંગને લઈને ગેસ્ટ ટીચરો આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આંગણવાડીના કર્મચારીઓ અને આશા વર્કર પણ સામેલ છે.
શિક્ષક સંઘોની ફરિયાદ છે કે સમાન શિક્ષણ નીતિ નહી હોવાના કારણે અરાજક્તાનો માહોલ છે. ધણી વખત સરકાર સાથે વાતચીતના પ્રયત્નો કર્યા છે પરંતુ કોઈ પ્રશ્નોનું સમાધાન નથી થયું.

(11:23 am IST)