Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મુંબઇના સાંતાક્રુઝ (પૂર્વ) ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ટર્મિનલ વન-બીમાં લાગી આગ: કોઈ જાનહાનિ નહીં

મુંબઈ: સાંતાક્રુઝ (પૂર્વ)માં આવેલા ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ટર્મિનલ વન-બીમાં શનિવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

 

ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ગેટ નંબર ના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા પેરિમોનિયમ લાઉન્જના કૉન્ફરન્સ હૉલમાં બપોરના .૫૪ વાગે અચાનક આગ લાગી હતી. લગભગ પાંચ હજાર ચોરસ ફૂટનો વિસ્તાર ગ્રાઉન્ડ પ્લસ એકમાળનું બાંધકામ છે. ઘટનાસ્થળે ફાયરબિગ્રેડના આઠ ફાયર ઍન્જિન, જેટી રવાના થયા હતા. ભારે જહેમત બાદ .૧૫ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.  મોડે સુધી કુલિંગ ઑપરેશન ચાલુ હતું. આગનું કારણ જાણી શકાયુું નથી પણ આગમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, લાકડાનું ફર્નિચર, સોફા, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ડેકોરેશનનું સામાન સહિતનું પાંચ હજાર ચોરસ ફૂટમાં આવેલો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો હતો. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મુંબઈમાં છેલ્લાં દોઢ મહિનાથી આગની ઘટનાઓ ઉપરાઉપરી બની રહી છે. ૨૦૧૭ની ૧૯ ડિસેમ્બરના સાકીનાકામાં ભાનુ ફરસાણની દુકાનમાં લાગેલી આગમાં ૧૨ના મૃત્યુ થયા હતા. ઘટના હજી તાજી હતી ત્યાં કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલા રૅસ્ટૉરાં અને પબમાં ૨૯ ડિસેમ્બરના આગ લાગી હતી જેમાં ૧૪ના મૃત્યુ થયા હતા. ત્યારબાદ અંધેરીના મરોલમાં મૈમુન મૅન્શનમાં આગ લાગી હતી જેમાં એક પરિવારના ચાર જણના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ગયા શનિવારે કાંજુરમાર્ગમાં આવેલા સિને વિસ્ટા સ્ટુડિયોમાં લાગેલી આગમાં પ્રોડકશન યુનિટ સાથે સંકળાયેલા ૨૦ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ડૉકયાર્ડ રોડ પર આવેલા ગોદામમાં આગ લાગીને સાત દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.

(10:49 am IST)