News of Saturday, 13th January 2018

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાતીય સંબંધો છુપાવા માટે પોર્ન સ્ટારને આપ્યા હતા ₹ 82 લાખ : વ્હાઇટ હાઉસે એહવાલ નકારી કાઢ્યો

વોશિંગટન : વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, રાષ્ટ્રપતિ ચુંટણી (2016) પહેલા, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે એક પોર્ન ફિલ્મ સ્ટારને આશરે ₹ 82 લાખ આપ્યા હતા. આ પૈસા કથિત મહિલાને ટ્રમ્પ સાથે કથિત જાતીય સંબંધો બાબતે જાહેરમાં ચર્ચા ન કરવા માટે આપવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

(8:35 pm IST)
  • બિગ બોસ 11ની વિજેતા બની સુપરહિટ ''ભાભીજી" શિલ્પા શિંદે : અભિનંદનવર્ષા : શિલ્પા શિંદે અને હિના ખાન પ્રથમ બે નંબરે પહોંચેલ : હિના ખાનને પાછળ રાખીને શિલ્પા શિંદે બની વિનર access_time 12:13 am IST

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા મનીષ તિવારીના માતા ડો,અમૃત તિવારીનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. આવતીકાલે સોમવારે તેણીનો અંતિમ સંસ્કાર કરાશે. access_time 12:00 am IST

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અક્બરુદીનનું ટ્વીટર એકાઉન્ટ રવિવારે સવારે હૈક થયું છે. જોકે તેનાથી બેફિકર આ રાજદ્વારીએ કહ્યું હતું કે તેના ટ્વીટરને હૈક કરીને તેને જુકાવી શકાશે નહીં. અજાણ્યા હૈંકરોએ બે ફોટા અને એક વિડિઓ પોસ્ટ કરી છે અને અકબરૂદ્દીનના ટ્વીટર એકાઉન્ટના નામમાં @AkbaruddinIndia થી બદલીને R@AkbaruddinSyed કરી નાખ્યું છે. access_time 4:34 pm IST