Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ચીનના સૈનિકોને ૧૯ કલાક ચાલીને ભગાડયા

ચીની સૈનિકના ઘુસણખોરીના સમાચાર મળતા જ ભારતીય ટુકડી રવાના

ગુવાહાટી તા. ૧૩ : અરૂણાચલ પ્રદેશના તુતિંગ વિસ્તારમાં ચીની સેનાની રોડ બનાવનાર ટુકડીની ઘૂસણખોરીના સમાચાર મળતા જ ભારતીય સૈનિક રવાના થઇ ગયા હતા અને ૧૯ કલાક ચાલીને જગ્યા પર પહોંચ્યા હતા. ભારતીય સૈનિકોની એક ટુકડીના પહોંચ્યા બાદ ચીની સેનાના રસ્તા બનાવનાર ટુકડીના જવાન પાછા ગયા. આ કદાચ ડોકલામમાં મોડા પ્રતિક્રિયાના લીધે ચીની સૈનિકોની સાથે ૭૦ દિવસ સુધી ચાલેલ ગતિરોધની શીખ હતી કે ૨૮ ડિસેમ્બરના રોજ એક કુલી પાસેથી માહિતી મળતા જ ટુકડી રવાના કરી દીધી હતી. ચીની સેનાના રસ્તા નિર્માણની માહિતી એક કુલીએ આપી હતી, ત્યારબાદ તરત જ સૈનિકો મૈકમોહન લાઇન માટે રવાના કરાયા.

અરૂણાચેલ પ્રદેશની ઉપર આવેલા સિયાંગ જિલ્લામાં રસ્તો ન હોવાના લીધે ભારતીય સૈનિકોને પગપાળા ઘૂસણખોરી સ્થળ સુધી પહોંચવું પડ્યું અને તેમાં ૧૯ કલાક લાગ્યા હતા. ભલે સેના એ આ મામલામાં જીવટ દેખાડી પરંતુ સરહદી ક્ષેત્રોના ઇન્ફ્રાસ્ટ્રકચરની સમસ્યા પણ તેનાથી ઉજાગર થાય છે કે સૈનિકોને પગપાળા આટલી લાંબી સફર કરવી પડી.

ભારતીય સેનાના ૧૨૦ જવાનોને રાશનની સાથે સરહદ પર મોકલવામાં આવ્યા હતા જેથી કરીને તેઓ અંદાજે એક મહિના સુધી સરળતાથી રહી શકે. સરહદ પર રસ્તા ન હોવાથી ખચ્ચર વગેરેની સુવિધા ન હોવાના લીધે ભારતીય સેનાને પોતાના ૩૦૦ પોર્ટર લગાવા પડ્યા જેથી કરીને સૈનિકો માટે રાશન ત્યાં પહોંચાડી શકાય. એક રક્ષા સૂત્ર એ કહ્યું શરૂઆતમાં એવું લાગતું હતું કે ચીની સેના ડોકલામ બાદ વિવાદનો વધુ એક મોર્ચો ખોલવા માંગે છે. અમને વિશ્વાસ હતો કે ત્યાં અમારા લાંબા સમય સુધી રોકાવું પડી શકે છે. ડોકલામ વિવાદમાંથી શીખ મેળવતા અમે ૨૮ ડિસેમ્બરના રોજ જ ઘૂસણખોરી સ્થળ સુધી પહોંચવા માટે સૈનિકોને રવાના કરી દીધા હતા.(૨૧.૨૫)

(3:55 pm IST)
  • લીંબડી - બગોદરા નેશનલ હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. બંધ ઉભા ટ્રક પાછળ ઇક્કો ગાડી તેમજ અન્ય એક હ્યુન્ડાઇ કાર ધુસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 2 વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને 4 વ્યક્તિ ને ગંભીર ઇજા થઇ છે. આ અકસ્માતની જાણ થતાજ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. access_time 9:35 pm IST

  • બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ભયંકર કેમિકલ ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે. બીબીસીના હવાલાથી જાણવા મળે છે કે રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હતી. આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે આ હુમલા બાદ ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફોની સારવાર અપાઈ રહી છે. access_time 3:15 pm IST

  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST