News of Saturday, 13th January 2018

અત્યાર સુધીના ૧૦ સૌથી અમીર લોકોમાં બાદશાહ અકબરનું પણ નામ

અકબરનો ખજાનો દુનિયાની જીડીપીનો ૨૫ ટકા હિસ્સો

નવી દિલ્હી તા. ૧૩ : ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો ૧૦ જાન્યુઆરીએ જાહેર કરાયેલી બ્લૂમબર્ગના અબજપતિઓની યાદીમાં ૨૦માં ક્રમે સમાવેશ કરાયો, પણ શું તમે જાણો છો કે એક ભારતીય વિશ્વના ૧૦ સર્વકાલીન ધનિકોમાં પણ સામેલ છે. જી હાં, મુગલ બાદશાહ અકબરનું નામ ઇતિહાસના ૧૦ સૌથી ધનિક લોકોમાંથી એક છે.

 

૨૦૧૫માં ટાઇમના મની મેગેઝિને વ્યકિતગત સંપત્ત્િ।ની દેશની જીડીપી સાથે સરખામણી કરતી એક યાદી બનાવી હતી. તે માટે ઘણા અર્થશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, અકબરના ખજાનામાં દુનિયાની કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો હતો.

બજેટની તૈયારીમાં લાગેલી સરકાર ટેકસબેસ વધારવાની તૈયારીમાં છે. આ મામલે નાણાપ્રધાન અરુણ જેટલી અકબરમાંથી પાઠ ભણી શકે છે. અભ્યાસ મુજબ મુગલ લોકો પાસેથી પૈસા એકત્રિત કરવામાં ખૂબ માહેર હતા. એવું પણ અનુમાન લગાવાયું છે કે, અકબર રાજમાં ભારતની વ્યકિતદીઠ જીડીપી ઇંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથ શાસન જેટલી હતી.

જોકે અલગ અલગ સમયના લોકોની તુલના પર વિવાદ થઈ શકે છે, પરંતુ રિસર્ચની જાણકારીઓ ખૂબ દિલચસ્પ છે. ઉદાહરણ તરીકે અત્યાર સુધીના સૌથી ધનિક વ્યકિત કિંગ માનસા મૂસાને બતાવાયો છે અને તેની સંપત્ત્િ। વિશે કહેવાયું છે કે, તે એટલો અમીર હતો કે તેની વ્યાખ્યા પણ થઈ શકતી નથી. તે ટિમ્બકટુ (હાલ માલી)નો રાજા હતો.

રોમન સામ્રાજયના જનક અને તે પહેલાં સમ્રાટ ઓગસ્ટ સીઝરને બીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. એકસમયે તેની સંપત્તિ તેના સામ્રાજયની કુલ સંપત્તિનો ૨૦ ટકા હિસ્સો હતો. આ યાદીમાં બિલ ગેટ્સનું નામ પણ સામેલ છે.

(9:51 am IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી access_time 10:20 am IST

  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 10:20 am IST

  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST