Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મતદાનની તૈયારી પૂર્ણ.....

બીજા તબક્કાની ચૂંટણી સૌથી મહત્વપૂર્ણ રહેશે

         અમદાવાદ, તા.૧૩ : ગુજરાતવિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે ગુરૂવારે મતદાન થશે. મતદાનને લઇને તમામ જગ્યાએ અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*      પ્રથમ રાઉન્ડમાં મતદાન બાદ બીજા તબક્કાના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ

*      મતદાનને લઇને તમામ  તૈયારી પૂર્ણ કરાઇ, જેના ભાગરૂપે સુરક્ષા દળોએ મોરચા સંભાળી લીધા

*      અમદાવાદ શહેરની ૧૬ અને વડોદરા શહેરની પાંચ સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી

*      બીજા તબક્કામાં ૧.૧૫ કરોડ અને ૧.૦૭ મહિલા મતદારો મેદાનમાં છે

*      બાવન રાજકીય પક્ષોના નેતાઓ મેદાનમાં ઉતરે છે

*      ભાજપે તમામ ૯૩ સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૯૧ સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

*      બીજા તબક્કાના મતદાનમાં  નરેન્દ્ર મોદીના મણિનગર, અમિત શાહના નારણપુરા અને આનંદીબેન પટેલની વિધાનસભા સીટ પણ સામેલ છે.

*      પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે

*      ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે . આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે

*      ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૬૬.૭૫  ટકા મતદાન  થવા પામ્યુ હતુ.

*      રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો

*      પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ સહિતના દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા

*      પ્રચારના છેલ્લે દિવસે મોદીએ અંબાજીમાં અને રાહુલે અમદાવાદમાં જમાલપુર મંદિરમાં  પુજા કરી

*      છેલ્લા દિવસે અન્ય દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા

*      ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી સહિતના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા

*      કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ  પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે

(12:29 pm IST)