Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોરારીબાપુની રામકથામાં આવેલો ફાળો ગણવામાં સપ્તાહ નીકળી જશે

શહીદો માટે છુટ્ટા હાથે દાન : સુરતમાં પુરી થયેલી રામકથામાં એકઠા થયેલા ફાળાને ગણવાની શરૂઆત સોમવારથી થઇ છે.

મુંબઇ તા. ૧૩ :.. દેશ માટે શહીદ થનારા અને સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે મોરારીબાપુ દ્વારા સુરતમાં કરવામાં આવેલી રામકથા રવિવારે પુરી થઇ. આ રામકથા દ્વારા બાપુ રપ૧ કરોડ રૂપિયાનો ફાળો એકઠો કરવાની નેમ ધરાવતા હતાં. જો કે કેટલું ફન્ડ એકઠું થયું એનો ફાઇનલ આંકડો આવતાં હજી થોડો સમય લાગે એવું લાગે છે, કારણ કે રામકથામાં ફન્ડ લખાવવા ઉપરાંત કથા સ્થળે કુલ ૧૦૧ દાનપેટી રાખવામાં આવી હતી. એ ભરાઇ જતી ત્યારે એને એક રૂમમાં ઠાલવી, એનું પોટલું બનાવીને મૂકી દેવામાં આવતું હતું અને દાનપેટી નવેસરથી સભા સ્થળે મુકી દેવામાં આવતી હતી. નવ દિવસની આ રામકથા દરમ્યાન જે કોઇ રકમનું દાન આવ્યું છે એની ગણતરી સોમવારથી શરૂ થઇ ગઇ છે. એના માટે પ૧ સ્વયંસેવકો કામે લાગ્યા છે. (પ-૬)

(11:48 am IST)