Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

'પાસ'નો છેલ્લો ઘા... આજે પણ ભાજપ વિરૂધ્ધ પ્રચારઃ નડતી નથી ચૂંટણી પંચની આચારસંહિતા

'પાસ' રાજકિય પક્ષ ન હોવાથી તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે હાર્દિકઃ આજે પણ જ્ઞાતિની બેઠકો યોજીઃ ગેટ ટુ ગેધરના કાર્યક્રમોઃ ભાજપને હરાવવા અપીલ

નવી દિલ્હી તા. ૧૩ : ચૂંટણીની આદર્શ આચાર સંહિતા મુજબ ભલે પ્રચાર ૧૨ ડિસેમ્બરની સાંજે ૫ વાગ્યે બંધ થઈ ગયો હોય પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈ રાજકીય પક્ષ ન હોવાથી આવા કોઈ બંધનમાં નથી આવતી જેનો હાર્દિક પટેલ અને પાસ ભરપૂર ફાયદો ઉઠાવવા માગે છે. આ માટે તેઓ આજે પણ જ્ઞાતિની જુદી જુદી બેઠકો અને ગેટ ટૂ ગેધર કાર્યક્રમો આયોજીત કરી રહ્યા છે જેમાં ભાજપ વિરોધી લાગણીઓને હવા દેવાનું કામ કરશે.

પાસના કેટલાક ઉમેદવારો કોંગ્રેસની ટીકીટ પર ઉભા છે પરંતુ નીયમ મુજબ તેણે પોતે કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા ન હોવાથી અને પાસને કોઈ રાજકીય પક્ષ તરીકે નોંધાવ્યો ન હોવાથી ચૂંટણી પંચના કોડ ઓફ કંડકટ તેને લાગુ પડતા નથી. જેનો હાર્દિક પટેલ શકય તમામ ફાયદો ઉઠાવવા માગે છે. અનામત આંદોલનના કારણે અનેક પાટીદારો પર હાર્દિકના પ્રભાવ હેઠળ છે જેને આજે જુદા જુદા સમાજ કાર્યક્રમો અને બેઠકોના બહાને મળીને ભાજપ વિરુદ્ઘ વોટ કરવા માટે હાર્દિક મનાવશે.

પાસના આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું લક્ષ્યાંક દરેક પાટીદાર વિસ્તારોમાં જયાં આવતીકાલે ચૂંટણી છે ત્યાં નાના નાના સમાજીક કાર્યક્રમો અને મીટિંગ્સ યોજવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'પહેલા તબક્કાનું મતદાન પત્યું કે તરત જ અમારી ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય અને ઉત્ત્।ર ગુજરાતમાં ઉતરી પડી છે. અમદાવાદની શહેરી બેઠકો કે જેના પર પાટીદારોનું પ્રભુત્વ છે ત્યાં સૌરાષ્ટ્રમાંથી અમે પાટીદાર કાર્યકર્તાઓને ઉતાર્યા છે જેઓ ડોર ટૂ ડોર કેમ્પેઇન આજે પણ ચાલુ રાખશે અને લોકોને સમજાવશે કે તેમણે ભાજપ માટે મતદાન ન જ કરવું જોઈએ.'

પાટીદાર પ્રભૂત્વ ધરાવતા જુદા જુદા વિસ્તારોમાં ૫-૧૦ મેમ્બરનીએ એક એવી અનેક ટીમ આજે સવારથી જ ફિલ્ડમાં ઉતરી જશે. આ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાંથી ૩૦૦ જેટલા પાસના કાર્યકર્તાઓને ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કે પાસ દ્વારા આ ચૂંટણીમાં રાજકીય નિવેદનબાજી કરવા છતા તેના પર કાયદેસર કોઈ ચૂંટણી નીયમો લાગી શકતા નથી.

એક ઉચ્ચ રેવન્યું અધિકારીએ જણાવ્યું કે, 'તેમણે પોતાના કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી અને કોઈ પક્ષ તરીકે પોતાને નોંધાવ્યા નથી માટે તમના પર ચૂંટણી પંચના કાયદાઓ લાગતા નથી.' તેમજ પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે 'આ મામલે અમારી પાસે એવી કોઈ સ્પષ્ટતા નથી કે જે લોકો ચૂંટણીમાં ભાગ ન લેતા હોય તેમણે પણ પ્રચાર ન કરવો જોઈએ. આ મામલે અમે ચૂંટણી પંચ પાસેથી માર્ગદર્શન માગીશું કે શું આ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે કે? (૨૧.૧૦)

(11:47 am IST)