Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કાલે બધાની નજર હશે યુવા મતદારો તરફ

૧૮થી ૨૬ વર્ષની વય જુથના ૩૭.૩૭ લાખ મતદારોઃ હાર્દિક - જીજ્ઞેશ મેવાણીનું ભવિષ્ય પણ કાલનું મતદાન નક્કી કરશે

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. ૧૪ ડિસેમ્બરના રોજ મધ્ય અને ઉત્ત્।ર ગુજરાતની ૯૩ બેઠકો પર મતદાન યોજાશે. બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપે છેલ્લી ઘડી સુધી એટલે કે ૧૨ ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપ માટે પીએમ મોદી અને કોંગ્રેસ માટે રાહુલ ગાંધી અંતિમ દિવસ સુધી પ્રચાર મેદાનમાં જોવા મળ્યા હતા.

આગામી બીજા તબક્કાના મતદાનમાં કુલ ૨.૨૨ કરોડ મતદારો ભાગ લેશે જે પૈકી ૧.૧૫ કરોડ પુરુષો અને ૧.૦૭ કરોડ સ્ત્રી મતદાતા છે. ૯૩ બેઠકો માટે કુલ ૨૫,૫૫૮ મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. કૂલ મતદારોમાં ૩૭.૩૭ લાખ મતદાતા ૧૮દ્મક ૨૬ વય જૂથના છે. જેઓના મતો પર બંને પક્ષોની નજર છે. તેમજ ૨૧ એવી બઠકો જેને શહેરી બેઠકો ગણવામાં આવે છે અને દરવર્ષે અહીં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે ત્યારે આ વખતે પણ દરેકની નજર આ બેઠકો પર હશે. ૨૧માંથી ૧૬ શહેરી બેઠક અમદાવાદ અને ૫ વડોદરા શહેરની સીમામાં આવે છે.

બીજા તબક્કાના મતાદાનમાં ૫૨ પાર્ટીના કુલ ૮૫૧ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ અને કોંગ્રેસે આ બેઠકો માટે ક્રમશઃ ૯૩ અને ૯૧ ઉમેદવારો ઉતાર્યા છે. મતાદાતાઓની સંખ્યા મુજબ સૌથી નાની વિધાનસભા લીમખેડા છે જેમાં ૧.૮૭ લાખ મતદારો છે. જયારે સૌથી મોટી વિધાનસભા ઘાટલોડીયા છે જેમાં ૩.૫૨ લાખ વોટર્સ છે.

ગુરુવારે વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી હતી કે, 'ગુજરાતના ભાઈઓ અને બહેનો ૧૪મીએ રેકોડબ્રેક મતદાન કરે અને રાજયની વિકાસયાત્રાને સતત આગળ ધપાવવા ભાજપને ભારે મેજોરિટી સાથે વિજયી બનાવે.' તેમણે વધુમાં કહ્યું કે, 'જયારે કેન્દ્ર અને રાજય બંને સરકાર એક સાથે મળીને કામ કરશે તો ૧+૧=૨ નહીં પરંતુ ૧+૧=૧૧ થશે. સાથે મળીને આપણે ગુજરાતને એક નવી ઉંચાઈ આપીશું.'

તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતીમાં ટ્વિટ કર્યું હતું. 'તમે સમગ્ર કેમ્પેઇન દરમિયાન મારી સાથે રહ્યા છો અને મને અપાર પ્રેમ આપ્યો છે. તમે અને અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. તેના માટે હું આભારી છું. હું હંમેશા તમારી સાથે છું અને હું ગુજરાતનું પ્રગતીશીલ ભવિષ્ય જોવા માગું છું.'

તો ગુજરાતના રાજકીય ફલક પર ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ પાટીદાર આંદોલનથી હાર્દિક પટેલ, OBC આંદોલનથી અલ્પેશ ઠાકોર અને દલિત આંદોલનથી જીગ્નેશ મેવાણીનું ભવિષ્ય પણ આ ચૂંટણી જ નક્કી કરશે. ૧૯૯૦થી અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૧૪ ભાજપને વફાદાર રહી છે. જયારે કોંગ્રેસ માટે દરિયાપુર અને દાણીલિમડાની બેઠકો ગઢ ગણાય છે. જોકે પાટીદાર આંદોલન બાદ અમદાવાદની ઘાટલોડીયા, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઠક્કરબાપા નગર બેઠકો કે જયાં પાટીદારોની સંખ્યા વધુ છે ત્યાં ભાજપ માટે કપરા ચઢાણો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

જયારે ૨૦૧૨માં વડોદરાની તમામ પાંચ બેઠકો ભાજપે પોતના પક્ષે કરી હતી. ઉપરાંત આ ચૂંટણીમાં ૧૫ બેઠકો એવી છે જેમાં રાજયના મંત્રીમંડળના પ્રધાનો ભાગ લઈ રહ્યા છે. ત્યારે તેના પરીણામો પર પણ બધાની નજર રહેશે. જેમાં મુખ્ય રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ મહેસાણાથી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા વટવાથી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકાથી, રાજયકક્ષાના આરોગ્ય પ્રધાન શંકરસિંહ ચૌધરી રાધનપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. આ બધા જ નેતાઓ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં પાટીદાર વિરોધનો પણ સામનો કરી રહ્યા છે.

જયારે કોંગ્રસ તરફથી લડી રહેલા દિગ્ગજ નેતાઓમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર ઇન્ચાર્જ સિદ્ઘાર્થ પટેલ ડભોઈથી, વરીષ્ઠ કોંગ્રેસી આગેવાન મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુરથી ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કાના મતદાનમાં સૌથી વધુ ૩૪ ઉમેદવાર મહેસાણા બેઠક પરથી લડી રહ્યા છે. જયારે સૌથી ઓછા ૨ ઉમેદવાર જાલોદની બેઠક પરથી લડી રહ્યા છે.

બીજા તબક્કામાં મતદાનમાં સૌથી વધુ અસરકર્તા મતદારોની સંખ્યા યુવા વર્ગની છે. જેમાં ૧૮-૨૫ વયના ૩૭.૩૭ લાખ યુવા મતદારો છે જે પૈકી ૨૧.૨૦ લાખ પુરુષ અને ૧૬.૧૬ લાખ મહિલા મતદાર છે. તો ૧૪૯ જેટલા અન્ય મતદારો છે. જયારે ૨૬દ્મક ૪૦ વય જૂથના કુલ ૮૦.૯૧ લાખ મતદારો પૈકી જે પૈકી ૪૧.૯૯ લાખ પુરુષ અને ૩૮.૯૧ લાખ મહિલા અને ૧૮૧ જેટલા અન્ય મતદારો છે. જયારે ૪૧થી૬૦ વચ્ચે ૭૪.૧૫ લાખ મતદારો પૈકી જે પૈકી ૩૭.૮૦ લાખ પુરુષ અને ૩૬.૩૪ લાખ મહિલા અને ૯૭ જેટલા અન્ય મતદારો છે. તો ૬૦દ્મક વધુ વયના કુલ ૩૦.૫૧ લાખ મતદારો પૈકી જે પૈકી ૧૪.૪૬ લાખ પુરુષ અને ૧૬.૦૫ લાખ મહિલા અને ૨૮ જેટલા અન્ય મતદારો છે. તો ચૂંટણીમાં ભાગ લીધલા ૮૫૧ મતદારો પૈકી ૭૮૨ મતદાર પુરુષ અને ૬૯ મતદાર સ્ત્રીઓ છે.(૨૧.૭)

(10:34 am IST)