Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મ્યુચ્યુઅલ ફન્ડના ગ્રાહકોએ પણ આધાર-નંબર આપવો જોઈએઃ BSE

મુંબઈ, તા. ૧૩ :. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઈ)એ તમામ મ્યુચ્યુઅલ ફન્ડસની એસેટ મેનેજમેન્ટ કંપનીઓને જાન્યુઆરીથી તેમના દરેક વ્યકિતગત ગ્રાહકના આધાર કલેકટ કરવાની સૂચના આપી છે. એન્ટિ મની-લોન્ડરિંગ સંબંધી કાનૂન હેઠળ આ સૂચના સેબીએ એકસચેન્જિસને આપી હતી જેને અનુસરવા એકસચેન્જે આ આદેશ બહાર પાડયો છે.

બીએસઈના સકર્યુલર મુજબ ૨૦૧૮ની ૧ જાન્યુઆરીથી એ અમલી બનશે. જેમની પાસે આધાર-નંબર નહીં હોય તેમણે આધાર માટે કરેલી અરજીની વિગત અથવા અન્ય સંબંધિત દસ્તાવેજ આપવાના રહેશે. આધાર-નંબર સબમિટ કરવાનું નોન-ડીમેટ વ્યવહારો માટે ફરજીયાત છે, જેના બીએસઈના મ્યુચ્યુઅલ ફન્ડના સ્ટાર એમએફ મંચ પર સોદા થાય છે.

(9:55 am IST)