Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રિલાયન્સ જીઓ IPO લાવશે

ર૦૧૯ ના પ્રારંભે લાવવા તૈયારી

મુંબઇ તા. ૧૩ :.. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩૧ અબજ ડોલરના રોકાણ પછી આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે કંપની ર૦૧૮ ના આખરી ભાગમાં અથવા ર૦૧૯ ના પ્રારંભે આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જીઓના આઇપીઓ માટે આંતરિક ચર્ચા કરી હોવાનું મનાય છે. રીલાયન્સનો શેર મંગળવારે ૦.ર૯ ટકા વધીને રૂ. ૯૧૮.૬૦ ના મથાળે બંધ રહ્યો હતો. જો કે, રીલાયન્સના પ્રવકતાએ જીઓના આઇપીઓ ના અહેવાલને માત્ર અટકળો ગણાવી હતી.

રીલાયન્સ જીઓએ જૂલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં રૂ. ૬,૧૪૭ કરોડની આવક પર રૂ. ર૭૦.પ૯ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. જો કે, કંપનીના જણાવ્યા અનુસાર વ્યાજ અને ટેકસ અગાઉ કંપનીએ નફો દર્શાવવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, રીલાયન્સ જીઓની સત્તાવાર સેવા સપ્ટેમ્બર ર૦૧૬ માં શરૂ થઇ હતી. અન્ય ટેલીકોમ કંપનીઓના શેર મંગળવારે ઘટાડા તરફી રહ્યા હતાં. ભારતી એરટેલ અને આઇડીયા અનુક્રમે ૧.૪૬ ટકા અને ર.૪ ટકા ઘટી રૂ. પર૪.૭પ અને રૂ. ૯૩.૪પ ના મથાળે બંધ રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રીલાયન્સ જીઓની એન્ટ્રી પછી ભારતી એરટેલ, આઇડીયા, વોડાફોન સહિતની કંપનીઓના માર્જિનમાં મોટું ગાબડું નોંધાયું હતું. લોન્ચિંગના અમુક મહીના સુધી જીઓની ફ્રી ડેટા અને વોઇસ સર્વિસને કારણે અન્ય કંપનીઓએ પણ સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરવા પડયા હતાં. ભારતી એરટેલ સહિતની કંપનીઓને નાની કંપનીઓના એકિવઝીશનની ફરજ પડી હતી. (પ-૩)

(9:37 am IST)