Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગઇકાલે ૬ પોઇન્ટની તીવ્રતા બાદ આજ મંગળવારે ફરી વખત ઇરાનમાં ૬.ર ની તીવ્રતાનો ધરતીકંપ : કરમન પ્રાંતમાં ગયા મહિને ૭.૩ની તીવ્રતા સાથેના ધરતીકંપે પ૩૦ લોકોનો ભોગ લીધા બાદ ફરીથી આ વિસ્તારમાં જ ઉપરાઉપરી બે દિવસ ધરતીકંપના આંચકાથી લોકો પરેશાન

બેરૂત : ઇરાનના કરમન પ્રાંતમાં ગઇકાલે ૬ પોઇન્ટની તીવ્રતાના ધરતીકંપ બાદ આજે મંગળવારે ફરીથી ૬.રની તીવ્રતાનો ધરતીકંપ થયો હોવાનું જાણવા મળે છે. જાનહાનિ તથા માલહાનિની વિગતો મેળવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને આ વિસ્તારમાં જ ૭.૩ની તીવ્રતાના ધરતીકંપથી પ૩૦ લોકોના મોત થયા હતાં.

(8:56 am IST)